________________
પ્રબંધ ]
સમકિત અધિકાર
૧૧
કહ્યું છે કે—પદાર્થોના નાશના હેતુ તેની ઉત્પત્તિ જ છે, એમ ઈચ્છીએ છીએ. કેમકે જેની ઉત્પત્તિ થઈ, તે જે નાશ ન પામ્યા તે પછી તે શાથી નાશ પામે?” આ પ્રમાણે ક્ષણિક આત્મા અથવા હું દર્શન અંગીકાર કરવાથી કાંઈ પણ દોષ એટલે પૂર્વે કહેલા ક્રમ અને ક્રમરહિત અર્થક્રિયા કરવામાં બતાવેલા દેષ આવતા નથી. કેમકે પોતાની ઉત્પત્તિ જ વિનાશનું કારણ હાવાથી ઉત્પત્તિને સમયે જ સ્થિત્યાદિક ક્રિયા કરે છે. તેમજ વળી ક્ષણિકપણું અંગીકાર કરવાથી નિત્યત્વનું એટલે ‘મારા આત્મા નિત્ય છે' એ પ્રમાણે જોવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણાની એટલે આત્માને સુખી કરવાની ઈચ્છાની નિવૃત્તિ થવાથી એટલે નિરાત્મપણાના દર્શનવડે તેવી ઈચ્છા નાશ પામવાથી મહાગુણુ એટલે સર્વોત્કૃષ્ટ ચિત્તવાળા અને ફ્લેશરહિત અવસ્થાવાળા નિરોધ નામના ગુણુ-ફળ પ્રાપ્ત થાય છે. માટે વિચાર કરતાં અમારૂં જ દર્શન સુંદર છે. ૯૧.
હવે તે ઔદ્ધ મતનું નિરાકરણ કરે છે.— मिथ्यात्व वृद्धिन्नूनं तदेतदपि दर्शनम् । क्षणिके कृतहानिर्यत्तथात्मन्यकृतागमः ॥ ९२ ॥ મૂલાથે—તે આ બૌદ્ધનું દર્શન પણ નિશ્ચે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારૂં છે. કેમકે આત્માને ક્ષણિક માનવાથી કરેલા કર્મના નાશ અને નહીં કરેલા કર્મની પ્રાપ્તિ એ રૂપ દાષ આવે છે. હર.
-
ટીકાથે—તેથી કરીને કહેવામાં આવશે એવા હેતુસમૂહે કરીને નિશ્ચે આ પૂર્વે કહેલું ક્ષણિકવાદીનું દર્શન ( મત) પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર એટલે અસત્ય અને બુદ્ધિના વિપર્યાસપણાની વૃદ્ધિ એટલે ભવે ભવે તે અસત્યાદિકની જ ઉત્પત્તિ ને વૃદ્ધિ કરનારૂં છે. કારણ કે ક્ષણિક એટલે માત્ર ઉત્પત્તિને સમયે જ સ્થાયી આત્મા માનવાથી તંપસ્યા, શીલ વિગેરેથી અને કૃષિ (ખેતી ), વાણિજ્ય (વેપાર) વિગેરેથી કરેલા કાર્યની હાનિ એટલે નાશ થશે, તે કર્મ કરનારને તે કર્મના ફળના ભાગવટા રહેશે નહીં. કારણ કે તે કૉં ઉત્પત્તિના ક્ષણ પછી તરત જ ખીજે ક્ષણે નાશ પામ્યા છે, તેથી તેણે કરેલા શુભ અશુભ કર્મના ફળને ભાગવનાર કાણુ થશે? અથવા તેા માત્ર પાતાની ઉત્પત્તિને ક્ષણે જ ક્રિયાવાળાપણું માનવાથી પુણ્ય અપુણ્ય રૂપ ક્રિયાના કર્તા જ કોઈ કહેવાશે નહીં, તેથી પણ કરેલાના નાશકાર્યની અનુત્પત્તિ થશે, અને તેથી ભાજન કર્યાં છતાં પણ તૃપ્તિ થશે
Aho ! Shrutgyanam