________________
પ્રબંધ.] સમક્તિ અધિકાર
ર૧૮ હવે ચાના મતને ઉપસંહાર કરે છે–
आत्माव्यवस्थितेस्त्याज्यं ततश्चार्वाकदर्शनम् । पापा किलैतदाभाषाः सद्यापारविरोधिनः ॥ ८८ ॥
ભૂલાથે–આ પ્રમાણે આત્માની વ્યવસ્થા (સિદ્ધિ) થાય છે માટે ચાર્વાકનું દર્શન (મત) તજવા યોગ્ય છે. કારણ કે તેના આલાપે શુભ વ્યાપારને નિષેધ કરનારા અને પાપને ઉત્પન્ન કરનારા છે. ૮૮. .
ટીકાર્થ–પૂર્વ કહેલા હેતુસમૂહ થકી જીવની વ્યવસ્થા એટલે શાસ્ત્રમાં કહેલા પોતાના સ્વરૂપની મર્યાદામાં રહેવું તેની સિદ્ધિ થાય છે, એટલે પૂર્વોક્ત યુક્તિઓ વડે આત્મા સિદ્ધ થાય છે, માટે ચાર્વાકનું એટલે સર્વભક્ષી નાસ્તિકનું દર્શન-મત દૂરથી જ ત્યાગ કરવા લાયક છે. તે ચાર્વાકના દુષ્ટ આલાપ શુભ વ્યાપારના એટલે ઉત્કૃષ્ટ સ્વર્ગ મેક્ષાદિકના ઉપાયને વિઘાત-નાશ કરનાર છે, તથા મહાપાપને કરનારા એટલે નરકાદિકના અત્યંત દુઃખ આપનાર છે. ૮૮.
હવે બ્રહોને પ્રલાપ કહે છે– . ज्ञानक्षणावलीरूपो नित्यो नात्मेति सौगताः।
क्रमाक्रमाभ्यां नित्यत्वे युज्यतेऽर्थक्रिया न हि ॥ ८९॥
મૂલાર્થ–ઔધો કહે છે કે જ્ઞાનના ક્ષણની પરંપરા રૂ૫ આત્મા છે, નિત્ય આત્મા નથી. નિત્ય માનવાથી કમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થાક્યા ઘટતી નથી. ૮૯.
ટકાર્ય–જ્ઞાનને એટલે ચિન્માત્રને ઉત્પન્ન કરનારા ક્ષણેની સૂક્ષ્મ કાળવિભાગની આવળ-પરંપરા એટલે શ્રેણું રૂપ જ આત્મા છે, માટે તે આત્મા નિત્ય નથી. એ પ્રમાણે સીગત લકે એટલે સુગતના શિષ્ય બૌધ્ધ કહે છે. તે કહે છે કે જે આત્માને નિત્ય કહીએ તે ક્રમ એટલે કાળના વિભાગવડે ક્રિયા કરવી તે અને અમે એટલે એકજ ક્ષણે સર્વ ક્રિયાઓ કરવી તે, એ બન્ને વડે અર્થઝિયા એટલે અર્થરૂપ પિતાની ઉત્પત્તિ, સ્થિતિ, અને લયવાળી અથવા સુખાદિક વેદનાવાળી ક્રિયા ઘટશે નહીં. એટલે યુક્તિથી યેગ્ય ગણાશે નહીં, કારણ કે તેથી નિત્યપણામાં વિરોધ આવશે. ૮૯.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે. ' ‘स्वभावहानितोऽध्रौव्यं क्रमेणार्थक्रियाकृतौ। .. अक्रमेण च तद्भावे युगपत्सर्वसंभवः ॥१०॥
Aho! Shrutgyanam