________________
અધ્યાત્મસાર ભાષાંતર. . Tચતુર્થપૃથક પૃથક પદાર્થોનો (ઘડાને કે મેતીને) નિષેધ નથી. આ પ્રમાણે સંગાદિકને જ નિષેધ થાય છે, પણ સર્વથા પદાર્થને જ અભાવ કહેવાત નથી. તે જ પ્રમાણે “આત્મા ઈંદ્રિયગ્રાહ્ય નથી.” આ સ્થળે ઈ. પ્રિય વડે ગ્રાહ્યતાને જ નિષેધ છે, પણ આત્માનો નિષેધ નથી. તે પૂર્વે કહેલા વર્ણાદિકના સંગ, સમવાય, સામાન્ય અને વિશેષણોમાંથી કવચિત કેઈકને નિષેધ કરાય છે. જેમ અહીં ઈદ્રિ વડે ગ્રાહપણને નિષેધ કર્યો છે તેમ, પરંતુ સર્વથા પદાર્થને નિષેધ નથી. ૮૬.
વળી આ છવ શબ્દ કઈ પણ બીજા શબ્દ સાથે સમસિત એટલે સમાસવાળે થયેલો નથી, અને તેની વ્યક્તિ પણ થઈ શકે છે. માટે જીવ છે એમ સિદ્ધ થાય છે, તેજ બતાવે છે –
शुद्धं व्युत्पत्तिमजीवपदं सार्थ घटादिवत् । तदर्थश्च शरीरं नो पर्यायपदभेदतः ॥ ८७ ॥
મલાઈ–ઘટાદિક શબ્દની જેમ જીવ એવું પદ (શબ્દ) શુદ્ધ છે, અને વ્યુત્પત્તિવાળું પણ છે, તેથી તે સાર્થક છે. અને તે જીવ શબ્દને અર્થ શરીર થઈ શકતો નથી, કેમકે તેના પર્યાય શબ્દોમાં તે નથી. ૮૭.
ટીકાર્થ–જીવ એ શબ્દ શુદ્ધ છે એટલે સમાસ–ગરહિત છે. વળી વ્યુત્પત્તિવાળે છે એટલે તે શબ્દના અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરનાર પણ છે. જે છળે, જીવે છે અને જીવશે તે જીવ કહેવાય છે, એ રીતે તેની વ્યુત્પત્તિ થાય છે, માટે સાર્થક છે. પિતાના વાચ્ય અર્થની સાથે અથવા પ્રતિપક્ષ રૂ૫ અજીવની સાથે વર્તે છે, તેથી તે સાર્થક-પતાના અર્થને બંધ કરનાર એટલે શબ્દની શક્તિને પ્રકાશ કરનાર છે. જેમ ઘટ, પટ, મનુષ્ય વિગેરે શબ્દ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળા છે, પરંતુ આકાશપુષ્પાદિક જેમ સમાસવાળા હોવાથી અશુદ્ધ છે, તેમ તે અશુદ્ધ નથી. વળી તે જીવ શબ્દને અર્થ એટલે વાચ્ય પદાર્થ શરીર થઈ શકતું નથી, કારણ કે તેના પર્યાયમાં ભેદ છે. જે ક્ષીણ થાય તેનું નામ શરીર કહેવાય છે. એ રીતે શરીર શબ્દની વ્યુત્પત્તિ થાય છે. શરીર, તન, કાયા, દેહ વિગેરે શબ્દો શરીરના અભિધેય-પર્યાય રૂપ છે, અને જીવ શબ્દના જીવ, જંતુ, જન્ય, શરીરી, શરીરભૂત, તનુમાન, ચેતન, ચૈતન્ય વિગેરે પર્યા-વાચક શબ્દો છે, તેથી જીવ શબ્દને અર્થ શરીર થઈ શકતો નથી. ૮૭.
Aho ! Shrutgyanam