________________
૧૯
અધ્યાત્મસાર ભાષાંતર,
[ ચતુર્થ
એડી વિગેરેથી બાંધવારૂપ હેતુએ કરીને પોતાના શરીરને કયા વિદ્વાન પુરૂષ યુદ્ધાદિક કરીને પ્રહારાદિકના વિષાદમાં નાંખે ? કારણ કે તે કે પર કેાઈ છે જ નહીં. એમ હોય અથવા ક્રિયાના ફળના અભાવ હાય તા અથવા અવિધિ (નિર્દોષ ) આગમ ન હોય તે પર એટલે ગુરૂ વિગેરેના સંબંધે કરીને તે ગુરુની આજ્ઞાને આધીન રહેવારૂપ ધનમાં રહીને જે પરલાકના હિત માટે પ્રવૃત્તિઓ કરાય છે, તેને માટે કયા વિવેકી પુરૂષ પેાતાના આત્માને સંકટમાં નાંખે ? . કાઈ જ ન નાંખે. 43.
અં
ફરીથી પ્રત્યક્ષ રીતે આત્મની સિદ્ધિ બતાવે છે. सिद्धिः स्थाण्वादिवद्व्यक्ता संशयादेव चात्मनः । असौ खरविषाणादौ व्यस्तार्थविषयः पुनः ॥ ८४ ॥ મૂલાથે—સ્થાણુ વગેરેની જેમ સંશયથી જ આત્માની સિદ્ધિ સ્પષ્ટ રીતે થાય છે. વળી આ સંશય ખરશૃંગ વિગેરેમાં ભિન્ન ભિન્ન અર્થના વિષય વાળે છે. ૮૪.
(
ટીકાથે—જીવની સિદ્ધિ એટલે નિશ્ચય છે. તે આ પ્રમાણે-સંશયથી એટલે જે આ દેખાય છે તે શું સ્થાણુ છે કે પુરૂષ છે ?' ઇત્યાદિપ કેવળ સંદેહથી જ આત્માની સિદ્ધિ થાય છે. કારણ કે તે સંદેહ જીવના ધર્મવાળા એટલે ચેતનના વિષયવાળા છે, તેથી ધર્મનું પ્રત્યક્ષપણું થવાથી ધર્મી ( ધર્મવાળા ) પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. કેમકે તે ધર્મ અને ધર્મીના કથંચિત્ અભેદ છે. સ્થાણુ એટલે અર્ણ્યમાં રહેલું શાખા પર્ણાદિક વાદ્વૈત વૃક્ષનું થયુ. અહીં આદિ પદ હાવાથી બગલું, ધ્વજા વિગેરે તેની સરખા પદાર્થો જાણવા. જેમ સંશયના વિષયમાં આવેલા સ્થાણુ અને પુરૂષમાંથી તે કોઈ પણ એક છે, તે જ પ્રમાણે જીવના સંશય પણુ લેાકમાં વિદ્યમાન હેાવાથી જીવ છે એવી સિદ્ધિ થાય છે. વળી આ સંશય ખર (ગધેડા) અને શૃંગ, આકાશ અને પુષ્પ, વંધ્યા અને પુત્ર વિગેરે વ્યસ્ત એટલે પરસ્પર ભિન્નપણાએ કરીને દરેક અર્થવાળા એટલે અસ્તિપણાવાળા પદાર્થોમાં થાય છે. એટલે કે લેાકમાં ગધેડા અને શીંગડું એ બન્ને પદાર્થો વિદ્યમાન છે, માટે તે ભિન્ન ભિન્ન પદાર્થોમાં સંશય થઈ શકે છે. પરંતુ ગધેડાના મસ્તક પર શીંગડાં હાતાં નથી, તેથી ગધેડાનાં શીંગડાં વિજેના સંશય પણ થતા નથી. માટે જે વસ્તુ વિદ્યમાન હોય, તેના જ સંશય થાય છે, તેથી જીવના સંશયથી જ જીવની સિદ્ધિ થાય છે. ૮૪.
Aho! Shrutgyanam