________________
ર૧૪
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થતે એટલે જે કદાચ ભૂતા થકી તે વ્યક્તિ માનીએ તે તે ચેતના સર્વ કાળે એટલે મૃતકના દેહને પણ હેવી જોઈએ. કારણ કે તેમાં બીજે કઈ હેતુ નથી. ભાવાર્થ એ છે કે–જેમ મેલક વિના કેવળ ઉપકરણના સમુદાયથી જ મદિરા થતી નથી તેમ ભૂતોના સમુદાય માત્રથી દેહ પણ જીવના વ્યાપાર વિના થઈ શકતો નથી, તે પછી સચેતનપણની તે વાત જ શી કરવી? ૮૦ .
વળી પ્રથમ કહ્યું કે રાજ કાદિકની વિચિત્રતા પણ પાષાણાદિ કની જેમ સ્વાભાવિક જ છે, તે પણ મિથ્યા છે, તે કહે છે –
राजरंकादिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नान्यथा भवेत् ॥ ८१॥
મલાર્થ–રાજા રંક વિગેરેની વિચિત્રતા પણ આત્માએ કરેલા કર્મથી જ ઉત્પન્ન થયેલી છે. નહીં તે સુખ દુઃખાદિકનું વિશિષ્ટ જ્ઞાન થઈ શકે નહીં. ૮૧,
ટીકાથે–એક માણસ રાજા અને એક માણસ ભીખારી એવી જગતના જનને વિષે જે જૂનાધિકપણાથી વિચિત્રતા દેખાય છે, તે પણ જીવે કરેલાં–શુભાશુભ વ્યાપારના હેતુથી બંધને વિષે પ્રાપ્ત કરેલાં પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિરૂપ કર્મોએ કરીને જ ઉત્પન્ન થયેલી છે. માટે તે વિચિત્રતા પણ હેતુ સહિત છે, પણ હેતુ વિનાની નથી. જે કદાચ હેતુ વિનાની જ માનીએ તે સાતારૂપ સુખ અને અસાતારૂપ દુઃખ વિગેરે—બળવાન અને નિર્બળ, સુરૂપવાન અને કુરૂપવાન, બુદ્ધિમાન અને મૂર્ખત વિગેરે જે મોટો તફાવત દુનિયામાં દેખાય છે, તે તફાવત દેખાત નહીં. કેમકે તેવા તફાવતમાં કોઈ પણ કારણ ન હોય તે સર્વે પ્રાણીઓ એક સરખા જ હેવા જોઈએ. માટે આવી વિચિત્ર ત્રતા જીવે કરેલા કર્મથી જ ઉત્પન્ન થયેલી છે. આ પ્રમાણે પાષાણાદિક પણ સચેતન છે તેથી તેમાં થતી વિચિત્રતા પણ કર્મ જન્ય છે એમ જાણવું. ૮૧.
વળી પ્રથમ કહ્યું હતું કે આગમથી પણ જીવ છે એમ સિદ્ધ થતું નથી. તે પણ તેનું કહેવું અસત્ય છે, તે બતાવે છે–
आगमाद्गम्यते चात्मा दृष्टेष्टार्थाविरोधिनः । तद्वक्ता सर्वविच्चैनं दृष्टवान् वीतकश्मलः ॥ ८२ ॥
મૂલાર્થ–દષ્ટ અને ઈષ્ટ અર્થના વિરોધ રહિત આગમ થકી આત્મા જણાય છે. તે આગમના વક્તા સર્વજ્ઞ અને નિર્દોષ ભગવાને તે આત્માને જોયેલો છે. ૮૨.
Aho ! Shrutgyanam