________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૨૧૩
કારણને લીધે થશે નહીં. કારણ કે હસ્ત, પાદ, આંગળીઓ વિગેરેનું અતથાપણું હાવાથી એટલે ઉપાદાન કારણુ નહીં હાવાથી તેનું સ્મરણ થશે નહીં. તથા પરમાણુઓની સ્થિતિને વિષે એટલે સ્વ સ્વરૂપમાં ૨હેવાને વિષે અયોગ્યપણાની–અનુચિતપણાની પ્રાપ્તિ છે. તેથી અન્વય અને વ્યતિરેકે કરીને અનનુરૂપ હોવાથી તે કારણરૂપ થશે નહીં. તાત્પર્ય એ છે કે—જો અચેતનના સ્વભાવવાળા મહાભૂતના સંયોગરૂપ ઉપાદાનકારણથી પૂર્વે કહેલી જ્ઞાનસ્વભાવવાળી ઉપાદેય વાસના અને સ્થિરતાની બુદ્ધિ થશે, તેા હસ્તાદિક પણ સ્મૃતિવાળા કહેવાશે. કારણ કે તે ( હસ્તાદિક) પણ ભૂત સમુદાય છે, અને તેથી કરીને અચેતનાવાળા પરમાણુ હસ્તાદિકને ઉત્પન્ન કરી શકશે નહીં. કેમકે અચેતન ચેતનાવાળાનું કારણ થઈ શકતું નથી, કારણને અનુરૂપ જ કાર્ય ઉત્પન્ન થાય છે. માટે ચૈતન્ય દેહથી ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે. અન્વય અને વ્યતિરેકથી જોતાં દેહ ચૈતન્યનું અનુકરણ કરતા નથી. મદોન્મત્ત, મૂર્છા પામેલા અને સુતેલાને તેવા પ્રકારનું શરીર છતાં પણ તેવા પ્રકારનું ચૈતન્ય જણાતું નથી, અને કેટલાકનું શરીર અતિ કૃશ છતાં પણ તેમાં ચૈતન્યની અત્યંતતા દેખાય છે તથા કેટલાએક સ્થૂળ દેહવાળાને પણ તે ચૈતન્યની હીનતા દેખાય છે. માટે શરીર અને ચૈતન્યના કાર્ય કારણપણામાં અન્વય વ્યતિરેક ઘટી શકતા નથી, તેથી શરીરનું કાર્ય ચૈતન્ય કહી શકાશે નહીં. ૭૯.
વળી જે મદ્યના અંગેાથી મદનીસ્પષ્ટતા દૃષ્ટાંતપણે કહી, તે પણુ ચેોગ્ય નથી, તે કહે છે.-
मद्यांगेभ्यो मदव्यक्तिरपि नो मेलकं विना । ज्ञानव्यक्तिस्तथा भाव्याऽन्यथा सा सर्वदा भवेत् ॥ ८० ॥ ભૂલાથે—મદ્યના અંગોથકી મદની સ્પષ્ટતા ( પ્રગટતા ) પશુ મેલક વિના થઈ શકતી નથી. તેજ પ્રમાણે જ્ઞાનની સ્પષ્ટતા પણ જાણવી. નહી તે તે જ્ઞાનની વ્યક્તિ સર્વદા થવી જોઈએ. ૮૦.
ટીકાર્થ—જેમ મદિરાના અંગા એટલે મદિરાને ઉત્પન્ન કરનારા ઉપકરણરૂપ ગેાળ, આટા વિગેરેથી મદની વ્યક્તિ એટલે ઉન્માદને ઉત્પન્ન કરનારા રસની સ્પષ્ટતા-આવિભૉવ પણ મેલક વિના એટલે તે ગોળ, આટા વિગેરેને એક પાત્રમાં એકઠા કરનાર પુરુષ વિના થતી નથી. તેજ પ્રમાણે જ્ઞાનની-ચૈતન્યની વ્યક્તિ એટલે દેહનેવિષે પ્રગટતા પણ મૅલકના સ્થાને રહેલા જીવ વિના થતી નથી એમ જાણવું. નહીં
Aho! Shrutgyanam