________________
પ્રબંધ.] . સમકિત અધિકાર
૨૦૯ શાસ્ત્રોપદેશ ભેગની વંચનાને માટે જ છે. લેકેને સુખે કરીને પ્રાપ્ત સુખેને ઉપગ લેવા દેતા નથી. ૭૨.
હવે પિતાના મતને સિદ્ધ કરે છે.– त्याज्यास्तन्नैहिकाः कामाः कार्या नानागतस्पृहा ।
भस्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ॥ ७३ ॥ મૂલાર્થ--તેથી કરીને આ લેકમાં પ્રાપ્ત થયેલા કામે (ભોગો) ત્યાગ કરવા લાયક નથી. તથા નહીં પ્રાપ્ત થયેલા ભેગેની સ્પૃહા કરવા લાયક નથી. કારણ કે પંચ મહાભૂત ભસ્મસાત થવાથી પુનર્જન્મની-ફરી જન્મ થવાની સ્પૃહા વૃથા છે. ૭૩.
ટીકાથે–તેથી–પૂર્વે કહેલા હેતુસમૂહથી આ લેક સંબંધી-વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયેલા કામે-શબ્દાદિક શુભ ગે તજવા લાયક નથી. કારણ કે આ દુનિયા દેખાય છે તેટલી જ છે. તથા અનાગત એટલે પરલેકમાં–જન્માંતરમાં પ્રાપ્ત થવાના ભેગેની સ્પૃહા–તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરવી, કારણ કે પરલેક જ છે નહીં. શા માટે આ ઉપદેશ કરે છે ? એ શંકાપર કહે છે કે-આત્મા કોઈ પણ પદાર્થો નથી, મહાભૂત માત્ર જ આ દુનિયા છે. માટે શરીરમાં રહેલા ચૈતન્યના કારણરૂપ મહાભૂત ભસ્મરૂપ થાય છે ત્યારે ફરીથી મનુષ્યાદિક ભવ પામવાની સ્પૃહા-ઇચ્છા વૃથા-નિષ્ફળ છે. કહ્યું છે કે–“હે સુંદર નેત્રવાળી સ્ત્રી! મરજી પ્રમાણે ખાન પાન કર. કારણ કે હે મનેહર અંગવાળી ! જે ગયું તે તારું નથી, તે બીકણ સ્ત્રી ! જે ગયું તે પાછું આવતું નથી. કેમકે આ કલેવર (શરીર) કેવળ પંચ મહાભૂતના સમુદાય રૂપ જ છે.” ૭૩. હવે આ ચાવકને સિદ્ધાન્તી જવાબ આપે છે – तदेतदर्शनं मिथ्या जीवः प्रत्यक्ष एव यत् । गुणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः ॥ ७४ ॥
મૂલાર્થ–તેથી કરીને આ (ચાક)નું દર્શન મિથ્યા છે. કારણ કે પ્રત્યક્ષ-સંશયાદિક ગુણેના અભેદને લીધે જીવ પ્રત્યક્ષજ છે. ૭૪.
ટકાર્ય–તેથી કરીને એટલે કહેવામાં આવશે એવા હેતુસમૂહથી આ પૂર્વે કહેલું ચાર્વાકનું દર્શન-મત મિથ્યા-અસત્ છે, તેથી તજવા લાયક છે. કારણ કે તેણે પ્રથમ એવું કહ્યું છે કે “આત્મા નથી.” પણ તે આત્મા-જીવ પ્રત્યક્ષ-સાક્ષાત્ જણાય છે. પ્રત્યક્ષ એટલે સર્વને પિતાના અનુભવથી સિદ્ધ એવા સંશયાદિક-જીવ છે કે નહીં? એવા
Aho ! Shrutgyanam
૨૭.