________________
[ચતુર્થ
૨૦૮
અધ્યાત્મસાર ભાષાંતર પંચ મહાભૂતના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી છે. સ્વભાવથી ભિન્નતા ઉત્પન્ન થઈ શકતી નથી એમ કહેવું અયુક્ત છે, કારણ કે સ્વાભાવિકપિતાની મેળે જ ઉત્પન્ન થયેલી વિચિત્રતા પાષાણુ અને રતાદિકમાં પણ એટલે સર્વથા અચેતન પદાર્થોમાં પણ જોવામાં આવે છે, તે સચેતન મનુષ્પાદિકમાં વિચિત્રતા દેખાય તેમાં શું કહેવું? ૭૦. વળી આગમથી પણ આત્માની સિદ્ધિ થતી નથી, તે કહે છે –
वाक्यैर्न गम्यते चात्मा परस्परविरोधिभिः। . दृष्टवान्न च कोऽप्येतं प्रमाणं यद्धचो भवेत् ॥ ७१ ॥
મૂલાર્થ–આગમના વાવડે પણ આત્મા માની શકાતું નથી. કારણ કે તે વાકયે પરસ્પર વિરૂદ્ધ છે. તેમજ કેઇએ આત્માને જેપણ નથી કે જેથી તેનું વચન પ્રમાણભૂત થાય. ૭૧,
ટકાથ–પરસ્પર વિરૂદ્ધ એટલે માંહમાં વિધવાળાં-સંબંધ વિનાનાં વચનવડે વિપરીત જણાતા સાંખ્ય, બૌદ્ધ અને જૈન વિગેરેનાં વાકાવડે-આગમનાં વચનેવડે આત્મા-જીવ માની શકાતો નથી–બુદ્વિમાં તે વાત ઉતરતી નથી. તથા કેઈએ પણ-કપિલાદિકમાંના કેઈ પણું આગમ વક્તાએ આત્માને જે નથી–પિતાના ચક્ષવડે દે નથી, કે જેનું વચન પ્રમાણરૂપ-સત્ય મનાય. તેથી આગમવડે પણ આત્મા સિદ્ધ થતું નથી. ૭૧.
જે આગમ કહેલો છે તે માત્ર લેકેને ઠગવા માટે જ છે, તે કહે છે
आत्मानं परलोकं च क्रियां च विविधां वदन् । भोगेभ्यो भ्रंशयत्युच्चैलॊकचित्तं प्रतारकः ॥ ७२ ॥
મૂલાઈ-ધૂર્ત માણસ આત્મા, પરલેક અને વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવીને લોકોનાં ચિત્તને ભેગાદિકથી ભ્રષ્ટ કરે છે. ૭૨.
ટીકાઈ—કેને છેતરનાર માણસ એટલે આગની દેશના વડે (ઉપદેશવડે) લેકેની વંચના કરનાર માણસ આત્માને, પરલકને એટલે શુભાશુભ કર્મવડે નરક, થનારા સ્વર્ગ અને મક્ષાદિક જન્માંતરને તથા દાન, શીલ, તપ વિગેરે વિચિત્ર પ્રકારની ક્રિયાઓને-ભેગાંતરાયરૂપ ધર્મક્રિયાઓને કહીને એટલે તેને ઉપદેશ આપીને લેકેના ચિત્તને ભોગથી-પિતાને અનુકુળ એવા રસ, રૂપ વિગેરે ભેગથી ઉત્પન્ન થતા સુખેથી અત્યંત ભ્રષ્ટ કરે છે, એટલે પાડી નાખે છે. અર્થાત તેઓને
Aho ! Shrutgyanam