________________
પ્રબંધ.] સમક્તિ અધિકાર..
૨૦૭ ઇદ્ધિવડે પ્રત્યક્ષ દેખાતો નથી. જે વસ્તુ જગતમાં છે, તે ઘટાદિકની જેમ ઇકિવડે પ્રાપ્ત થાય છે. માટે જે આત્મા હોય તે તે ઇદ્રિયોથી પ્રાપ્ત થવો જોઈએ, પણ તે પ્રાપ્ત થતી નથી, તેથી આત્મા છે જ નહીં. કદાચ કઈ એમ કહે કે-“જે આત્મા ન હોય તે હું સુખી છું, હું દુઃખી છું, એમ કે બેલેછે?” તે તેને જવાબ એ છે કે અહંપણને જે વ્યવહાર છે, તે તે પંચ મહાભૂતના સમુદાયરૂપ શરીરે કરીને થઈ શકે છે. તેથી આત્મા નથી. ૬૮.
તેની ઉપપત્તિ કેવી રીતે થાય? તે કહે છેमद्यांगेभ्यो मदव्यक्तिः प्रत्येकमसती यथा। . मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥ ६९ ॥
મૂલાર્થ–જેમ મધના અંગો પૈકી પ્રત્યેક અંગમાં મદની સ્પષ્ટતા થતી નથી, પણ સર્વ અંગે મળવાથી મદ સ્પષ્ટ થાય છે.) તેમ પંચ મહાભૂતે એકત્ર મળવાથી જ્ઞાનની સ્પષ્ટતા માનેલી છે. ૬૯.
ટીકર્થ–જેમ મહડા વિગેરે મદિરાના અંગોમાંથી પ્રત્યેકને એટલે એક એકને ભક્ષણ કરવાથી મદની સ્પષ્ટતા દેખાતી નથી, મદ ઉત્પન્ન થતો નથી, પરંતુ તે સર્વ અંગે એકત્ર કર્યા હોય તે જ ભદ પ્રગટ દેખાય છે, તેમ પ્રત્યેક મહાભૂતમાં નથી દેખાતી છતાં પણ સમુદાયરૂપ થયેલા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત થકી અહંકાર, ભમકાર વિગેરે જ્ઞાનના પ્રકાશને ઊભવ થાય છે, એમ બૃહસ્પતિ વિગેરે ચાર્વાક કહે છે. ૬૯. - અહીં કોઈ એવી શંકા કરે કે–પંચ મહાભૂતથી ઉત્પન્ન થતા ચૈતન્યના પક્ષમાં આત્માને અભાવ હેવાથી કર્મને અભાવ છે, તેથી જગતની વિચિત્રતા થશે નહીં. એવી શંકા કરવી નહીં. કારણ કે તે વિચિત્રતા તે સ્વાભાવિક છે, તે કહે છે –
राजरंकादिवैचित्र्यमपि नात्मबलाहितम् । स्वाभाविकस्य भेदस्य ग्रावादिष्वपि दर्शनात् ॥ ७॥
મૂલાર્થ–રાજ ટંકાદિકની વિચિત્રતા પણ આત્માના બળથી ઉત્પન્ન થયેલી નથી. કારણ કે એ સ્વાભાવિક ભેદ તે પાષાણાદિકમાં પણું દેખાય છે. ૭૦.
ટીકાર્થ–ચક્રવતી વિગેરે રાજા તથા રંક-ભિક્ષુ તથા આદિ શબ્દથી સુખી દુઃખી વિગેરે વિચિત્રતા પણ આત્માના-જીવના બળથી શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી થયેલી છે, એમ નથી. પરંતુ
Aho ! Shrutgyanam