________________
૨૦૬
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થમલાઈ જે કોઈ વ્યવહારને વિષે પ્રાધાન્ય કહે, તે તેઓને નિશ્ચયને વિષે તે (પ્રાધાન્ય) ક્યાંથી થશે? કારણ કે શબ્દાત્મક અને જ્ઞાનાત્મક એ બન્નેનું પરાર્થપણું અને સ્વાર્થપણું તુલ્ય જ છે. ૬૬.
ટકાઈ જે નિશ્ચય રહિત કેવળ વ્યવહારમાં જ-શબ્દાદિકરૂપ પ્રવૃત્તિમાં જ પ્રાધાન્ય-મુખ્યપણું જે કંઈ કરે તેઓને આત્માની ધ્રુવતા અને સત્તારૂપ તથા જ્ઞાનાદિરૂપ નિશ્ચયમાં પ્રાધાન્ય શી રીતે થશે? નહીં જ થાય. કારણ કે શબ્દ અને જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા તે બન્ને નાનું પરાર્થપણું-પિતાથી બીજાને અર્થ-કાર્ય પ્રજન જેમ શબ્દની અપેક્ષાએ જ્ઞાનનું કાર્ય પાર્થ તથા સ્વાર્થપણું પોતાનું એટલે શબ્દનું અથવા જ્ઞાનનું કાર્યપણું તે બન્ને તુલ્ય-સમાન કાર્ય કરનારા છે. અર્થાત્ વ્યવહાર નય ઘટ એ શબ્દ કહે છે, નિશ્ચય-જ્ઞાન પણ ઘટરૂપ અર્થને જ કહે છે, તથા વસ્ત પણ ઘટરૂપજ છે; તેમાં શબ્દ એ વ્યવહાર છે, ઘટનું જ્ઞાન અને ઘરરૂપ વસ્તુ એ નિશ્ચય છે. તેથી બન્ને નયનું પિત પિતાના વિષયમાં પ્રાધાન્ય-મુખ્યપણું સિદ્ધ થાય છે. ૬૬.
હવે તેનું ફલિતાર્થ-તાત્પર્ય કહે છે – प्राधान्यान्यवहारस्य ततस्तच्छेदकारिणाम् । मिथ्यात्वरूपतैतेषां पदानां परिकीर्तिता ॥ ६७ ॥
મૂલાથે–તેથી કરીને વ્યવહારના પ્રધાનપણને લીધે તે વ્યવહારને જ ઉછેદ કરનારાં તે પૂર્વોક્ત પદેનું મિથ્યાત્વરૂપપણું કહેલું છે. ૬૭.
ટીકાર્ય–તેથી-પૂર્વે કહેલા હેતુસમૂહથી પૂર્વે કહેલા વ્યવહારનું પ્રાધાન્ય હેવાથી તે વ્યવહારને ઉચછેદ-નાશ કરનારાં “આત્મા નથી” ઈત્યાદિ પૂર્વે કહેલાં છ પદ (વાક)નું મિથ્યાત્વરૂ૫૫ણું કહેવું છે. ૬૭.
હવે “જે ઉદ્દેશ તે નિર્દેશ એ ન્યાયને અનુસારે પ્રથમ નાસ્તિકના મતને જ તેના ઉત્તર પક્ષસહિત એકવીશ કવડે કહે છે- नास्त्येवात्मेति चार्वाका प्रत्यक्षानुपलंभतः।
अहंताव्यपदेशस्य शरीरेणोपपत्तितः ॥ ६८॥ મૂલાઈ–પ્રત્યક્ષ પણે દેખાતું નથી માટે આત્મા છે જ નહીં, અને અહંતા (અહંકાર-હું એવું અભિમાન) ને વ્યપદેશ તે શરીરથી થઈ શકે છે, એમ ચાવક કહે છે. ૬૮.
ટકાથે–આત્મા અર્થાત જીવ છે જ નહીં, એમ ચાવક-સત્ય અથેનું ચર્વણ-વિનાશ કરનાર કહે છે. કારણ કે તે આત્મા ચક્ષુ વિગેરે