________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૧૮૧
ટીકાથે—આ ફ્લાકનું ન્યાયાવતાર ગ્રંથમાં જે વ્યાખ્યાન કર્યું છે, તે વ્યાખ્યાન કરતાં વાચક વરના જૂદોજ અભિપ્રાય હાય એમ સંભવે છે. તેથી અહીં સંભવતા અભિપ્રાયને અનુસારે વ્યાખ્યા કરીએ છીએ. પ્રત્યક્ષાદિક પ્રમાણે પ્રસિદ્ધ છે, એટલે અનાદિ સિદ્ધહાવાથી હાલ સાધવા લાયક નથી. અહીં પ્રત્યક્ષાદિક પરીક્ષગત ભેદની અપેક્ષાએ પ્રમાણ શબ્દ મહુવચનમાં મૂકયો છે, તથા વ્યક્તિના ભેદ થવાથી કોઈવાર સામાન્ય ( જાતિ) ના પણભેદ થાય છે, એમ જણાવવા માટે પણ પ્રમાણુ શબ્દને બહુ વચનમાં મૂકયા છે. પ્રમાણેા પ્રસિદ્ધ છે એટલું જ નહીં પણ તે પ્રમાણેાએ કરેલા વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. અહીં જ શબ્દ વિ (પણ)ના અર્થમાં મૂકયા છે, તેથી તેના અર્થ આ પ્રમાણે થાય છે.—જેને માટે પ્રમાણેાની પરીક્ષા કરાય છે, તેવા જળપાન, શીતથી રક્ષણ વિગેરે વ્યવહાર પણ અનાદિ સિદ્ધ છે એટલે સર્વ લાકમાં અનાદિ સિદ્ધ પ્રવતેલા છે. તેથી કરીને પ્રમાણેાનાં લક્ષણ કહેવામાં એટલે કે ખીજાએ જે લક્ષણા કહ્યાં છે તેથી વિલક્ષણ અસાધારણ લક્ષણુ કહેવામાં કાંઈ પણ પ્રયોજન-ફળ જણાતું નથી. કારણ કે પ્રમાણુના લક્ષણના નિશ્ચય કરવાનું ફળ બ્યામાહની નિવૃત્તિજ છે. અને તેનું લક્ષણ આત્માદિક વસ્તુને વિષે યથાર્થ ઘટતું નથી. તેથી કરીને જ્યામાહની નિવૃત્તિ થઈ શકતી નથી. માટે પ્રમાણેાનું લક્ષણ કહેવાનું કાંઈ પણ પ્રયોજન નથી. ૨૩.
પ્રયાજનની અસિદ્ધિ ખતાવવા માટે પ્રથમ એકાંત નિત્યરૂપ આત્માના પક્ષમાં દાષ બતાવે છે.
तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् ।
हिंसादयः कथं तेषां कथमध्यात्मनोऽव्ययात् ॥ २४ ॥
મૂલાથે—તેમાં “ આત્મા નિત્ય જ છે. ” એવા જેમના એકાંત મત છે તેઓને કોઈ પણ પ્રકારે આત્માના નાશ નહીં હાવાથી હિં સાદિક શી રીતે ઘટે? ન જ ઘટે. ૨૪.
ટીકાથે તેમાં-ધર્મ સાધનમાં પણ પૂર્વે કહેલા દર્શનાના મતાને વિષે એટલે ભાગવત, પાશુપત, સાંખ્ય અને ઉપનિષદિક વિગેરેના મતાને વિષે આત્મા એટલે નિરંતર અપર અપર પર્યાયને પામતે જીવ નિત્ય જ છે. એટલે ઉત્પત્તિ વિનાશ રહિત એક સ્વભાવવાળા જ છે, એમ તેઓ ખેલે છે. “નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળું, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન બ્રહ્મ છે, પરંતુ પર્યાયની અપેક્ષાએ પશુ
Aho ! Shrutgyanam