________________
૧૮૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[ચતુર્થ
વ્રતાદિકનું પાલન કરનારી ક્રિયા કહેવામાં આવે, જેમકે શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી, દોષરહિત બાહ્યચેષ્ટા કરવી,” ઇત્યાદિ ઉપદેશનાં વાકયા જેમાં મહુધા ઉપલબ્ધ થતાં હાય, તે શાસ્ત્રને છેદશુદ્ધ જાણવું. આ અન્ને પ્રકારની શુદ્ધિ ને તાપશુદ્ધિ ન હોય તે નિષ્ફળ થાય છે. તે તાપશુદ્ધિ ષ અને છેદના મૂળ આધારરૂપ આત્મવાદના સ્વરૂપવાળી એટલે આત્માની ઉત્પત્તિ અને વિનાશ થાય છે કે નહીં? એ પ્રમા ઊના જે વિચાર તે શાસ્ત્રની પરીક્ષા કરવામાં તાપરૂપ હોય છે. તેથી કષ અને છેદને સફળ કરનારી તાપની પરીક્ષાને જ કહે છે.~~ प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥ २२ ॥
ભૂલાથે- ——આ શાસ્ત્ર પરીક્ષાને વિષે પ્રમાણુ અને લક્ષણ વિગેરૈના કાંઇ પણ ઉપયોગ નથી. કારણ કે જીવાદિક પદાર્થની તેથી અન્યથા સ્થિતિ હાવાને લીધે તેના નિશ્ચય કરવામાં અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે. ૨૨.
ટીકાથે—પ્રત્યક્ષ, અનુમાન અને શાખ્યું વિગેરે . પ્રમાણુ તથા લક્ષણુ એટલે તટસ્થ અને સ્વરૂપ એ બે ભેદવાળું અનુમાપક ( પૃથક્ “કરણ કરનાર ) એ વિગેરેના આ શાસ્ત્ર પરીક્ષાને વિષે કાંઈ પણ ઉપયોગ નથી-તેનાવડે કાર્યસિદ્ધિ દેખાતી નથી. કારણ કે તેનાવડે નિશ્ચય કરવામાં એટલે આત્માની ઉત્પત્તિ અને વિનાશરૂપ હિંસાના સંભવની સિદ્ધિના નિર્ણય કરવામાં અનવસ્થા પ્રાપ્ત થાય છે, કેમકે પ્રમાણુ અને લક્ષાદિકની નિશ્ચિત સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ જ નથી. પદાર્થની સ્થિતિ જ અન્ય પ્રકારની છે એટલે પ્રમાણુ અને લક્ષણ જે વ્યવસ્થા કરે છે તે વ્યવસ્થા કરતાં જીવાદિક પદાર્થની વ્યવસ્થા જુદા જ પ્રકારની છે. અને પ્રમાણની વ્યવસ્થા પદાર્થની વ્યવસ્થા ફરવામાં જુદાજ પ્રકારની છે. ૨૨.
એમ શી રીતે જાણ્યું ? તેના જવાબમાં પ્રમાણુના લક્ષણની નિષ્ફળતાને લીધે જાણ્યું, એ વાત કહે છે.
प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥ २३ ॥ સલાથે—સર્વે પ્રમાણેા પ્રસિદ્ધ છે, અને તેણે કરેલા વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. તેથી કરીને પ્રમાણેાનાં લક્ષણ કહેવાનું કાંઈ પણ પ્રયોજન નથી. ૨૩.
Aho! Shrutgyanam