________________
પ્રબંધ ]
સમતિ અધિકાર.
૧૯૯
વાસ્થ્ય કહે છે. તે સર્વેના એક વાક્યાર્થ હોવાથી આ ધર્મશાસ્ત્ર
સાર્થક છે. ૨૦.
ટીકાથે—વેદને વિષે કુશળ વૈદિક વિગેરે એટલે જૈમિનીય વિગેરે તે પૂર્વે કહેલાં અહિંસાદિક ત્રતાને બ્રહ્માદિ પદના વાચ્ય એટલે શુદ્ધ શ્રા, પરબ્રહ્મ, લક્ષ્ય બ્રહ્મ, શબ્દ બ્રહ્મ અને બ્રહ્મ તત્ત્વ એવા પદ-શબ્દાવડે કહેવા લાયક છે એમ કહે છે. એ પ્રમાણે નવ શ્ર્લોકવડે ઘા પ્રમાણે સર્વની એક વાક્યતા હેાવાને લીધે-સર્વના ધર્મપણાએ કરીને એક સરખા વાયાર્થ થાય છે માટે આ ધર્મશાસ્ત્ર સાર્થક-સ હેતુક છે. ૨૦.
ઉપર કહેલા નવ શ્ર્લોકેામાં કહેલા ધર્મશાસ્ત્રોમાં ધર્માનું વિધાન કર્યું છે, માટે તે શાસ્ત્રો ધર્મશાસ્ત્ર તરીકે ગણાય છે, તેથી તેમની ૫રીક્ષા કરવી જોઇએ તે કહે છે.—
क चैतत्संभवो युक्त इति चिन्त्यं महात्मना । शास्त्रं परीक्षमाणेनाव्याकुलेनान्तरात्मना ॥ २१ ॥ ભૂલાથે—આ હેંસાદિક ધર્મ યા શાસ્ત્રમાં કહેલા યુક્ત છે? તે માટે પરીક્ષા કરનાર મહાત્માએ અન્યગ્ર ચિત્તવડે શાસ્ત્રના વિચાર કરવા.
ટીકાથે—આ અહિંસાના સંભવ-પરમાર્થથી પ્રાણીવધના ત્યાગની ઉત્પત્તિ કયા શાસ્ત્રમાં અથવા દર્શનમાં ઘટે છે? એ પ્રમાણે અહિંસાને પ્રતિપાદન કરનાર શાસ્ત્ર ગ્રંથના પરીક્ષા કરનારા-સત્યાસત્યના નિશ્ચય કરનારા મહાત્મા પુરૂષે વ્યાકુળતા રહિત-પોતાના મત ઉપરના દૃષ્ટિરાગવડે તથા પરમત પરના દ્વેષવડે ઉત્પન્ન થયેલા ચિત્તના વ્યાક્ષેપ રહિત અર્થાત્ મધ્યસ્થપણામાં વર્તતા અન્તરાત્માવર્ડ-ધર્મની અ આંતરવૃત્તિવૐ વિચાર કરવા કુશાગ્ર બુદ્ધિથી તેનું પર્યાલોચન કરવું. ૨૧.
જેમ લાકમાં સુવર્ણની પરીક્ષા કષ, છંદ અને તાપ એ ત્રણ પ્રકારે થાય છે, તેમ શાસ્ત્રની પણ ત્રણ પ્રકારે પરીક્ષા થાય છે. તેમાં અવિ ૢ કાર્યના ઉપદેશ કરનારૂં જે વાક્ય તે કષ કહેવાય છે. જેમ કેસ્વર્ગ અને મેાક્ષની ઇચ્છાવાળાએ તપ, ધ્યાન, બ્રહ્મચર્ય, સમિતિ, ગુપ્તિ અને દાનાદિકવડે શુદ્ધ થયેલી ક્રિયા કરવી.” આ પ્રમાણે વિધિ વાકયાના ઉપદેશ જે ગ્રંથમાં સ્થાને સ્થાને હાય, તથા નિષેધનાં વાકયેા એટલે કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, અસત્ય ન બેલવું, ઇત્યાદિક વિધિ અને નિષેધનાં વાકયો જે ગ્રંથમાં મહુધા જણાતાં હાય, તે કષશુદ્ધ કહેવાય છે. તથા જેમાં વિધિ અને નિષેધને સફળ કરનારી અને
Aho! Shrutgyanam