________________
૧૬૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીયરૂપ જે કલેકે તેને નાશ કરનારી-હરણ કરનારી છે. મનની શુદ્ધિને એવી ઉત્તમ જિનેશ્વરાદિકે કહેલી છે. ૧૦૯ - હવે પાંચ લેક વડે મનશુદ્ધિ કરવાને ઉપાય બતાવે છે – प्रथमतो व्यवहारनयस्थितोऽशुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्पमयव्रतसेवया हरति कंटक एव हि कंटकम् ॥ ११० ॥
મૂલાર્થ–પ્રથમ વ્યવહાર નયમાં રહીને શુભ સંક૯પમેય મહાવ્રતનું પાલન કરવાવડે અશુભ સંકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર થવું. (અહીં કેઈને શંકા થાય કે વ્રત સેવન રૂપ પ્રવૃત્તિઓ કરીને બીજી પ્રવૃત્તિની નિવૃત્તિ શી રીતે થાય? તેને જવાબ આપે છે કે ) કટેિ. જ કાંટાનું હરણ કરે છે. ૧૧૦.
ટીકાર્થ–મનશુદ્ધિને ઈચછતા મુનિએ પ્રથમ વ્યવહાર નયમાં ૨ હીને એટલે ભણવું, ભણવવું, આવશ્યક, પ્રત્યુપેક્ષણ અને આહારશુદ્ધિ ઈત્યાદિ ક્રિયાને જ ધર્મપણે માનનારા નૈગમ તથા વ્યવહારદિક નયને આધારે પ્રવર્તન કરીને શુભ વિકલ્પમય એટલે જીવરક્ષાદિકના મનોરથ પૂર્વક મહાવ્રતાદિકનું પાલન કરવાવડે પરસ્ત્રી, ધન હરણ તથા જીવ ઘાતાદિકના ચિંતનરૂપ અશુભ વિકલ્પથી-મનોરથોથી નિવૃત્ત થવામાં-મનને વ્યાવર્તન કરવામાં તત્પર-રાત્રિદિવસ ઉદ્યમવંત થવું. કેમકે તે અશુભ સંકલ્પની નિવૃત્તિના હેતુરૂપ હોવાથી અશુભનું હરણ કરે છે જ, અહીં કોઈને શંકા થાય કે-પ્રવૃત્તિ જ પ્રવૃત્તિને હરનાર કેમ થાય? તે તે પર દૃષ્ટાંત આપે છે કે–જેમ બાવળ વિગેરેને કાંટે પગમાં લાગેલા પ્રથમના કાંટાને કાઢી નાખે છે, તેમ શુભ પ્રવૃત્તિ અશુભ પ્રવૃત્તિનું હરણ કરે છે જ. ૧૧૦.
એ જ વાતને બીજા દષ્ટાન્ત વડે દઢ કરે છે – विषमधीत्य पदानि शनैः शनैर्हरति मंत्रपदावधि मांत्रिकः । भवति देशनिवृत्तिरपि स्फुटागुणकरी प्रथमं मनसस्तथा॥१११॥
મૂલાર્થ–જેમ માંત્રિક મંત્રના પદોની સમાપ્તિ સુધી ધીમે ધીમે પદે (શબ્દ) બોલીને વિષનું હરણ કરે છે–વિષ ઉતારે છે, તેમ પ્રથમ મનની દેશ નિવૃત્તિ પણ પ્રગટ પણે ગુણુ કારક થાય છે. ૧૧૧.
કાર્થ–દેવતાએ અધિષ્ઠિત અક્ષરોને સમૂહ તે મંત્ર કહેવાય છે, તેનાથી વિષાદિકનો નાશ થાય છે. તે મંત્રને ભણનાર અથવા જાણનાર પુરૂષ માંત્રિક કહેવાય છે. જેમાં માંત્રિક પુરૂષ મંત્રના પદ સુધી એટલે મંત્રને અંતે-છેડે સ્વાહ વિગેરે શબ્દ આવે ત્યાં સુધી
Aho ! Shrutgyanam