________________
પ્રબંધ ]
મનશુદ્ધિ અધિકાર . ધીમે ધીમે-મંદ મંદ વિનિવડે પદેને-મંત્રના શબ્દો બોલીને રાપદિકના વિષને ઉતારે છે–પ્રાણીઓના શરીરમાંથી વિષવેગની વ્યામિને નાશ કરે છે, તે જ પ્રમાણે મનની પ્રથમ રાગી અવસ્થાની પ્રવૃત્તિમાંથી દેશ થકી એટલે માત્ર અશુભ સંકલ્પથી જ નિવૃત્તિ કરવી, તે પણ ફુટ રીતે એટલે સાક્ષાત અનુભવેલા થૈયે અને પ્રસન્ન મન વિગેરે દષ્ટ ફળપણુએ કરીને ગુણુ કારક થાય છે અર્થાત્ મનની શુદ્ધિ કરવાના કાર્યમાં નિર્વિકલ્પ (વિકલ્પ રહિત) સહજ સુખ આપનારી થાય છે. ૧૧૧. च्युतमसद्विषयव्यवसायतो लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलंबनमत्र शुभं मतम् ॥११२॥
મૂલાર્થ-અશુભ વિષયના વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ પ્રસન્નતાને લીધે જે પદાર્થપર લાગે છે-તન્મય થાય છે તે પદાર્થ પણ આત્માની જ જેમ અથવા જિનપ્રતિમાની જેમ આ મનશુદ્ધિમાં શુભ અવલંબનરૂપ માને છે. ૧૧૨.
ટકાર્થ—અશુભ વિષયને વિષે એટલે મનને ચિતવવા લાયક આર્ત અને રૌદ્ર ધ્યાનાદિકનેવિષે વર્તતા વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ સુપ્રસન્નતાથી અથવા શુભ સંકલ્પની કુશળતાથી જે પદાર્થ પર એટલે ધ્યાન, આવશ્યક તથા આત્મ સ્વરૂપના ચિંતનાદિકમાં–જેમાં લીનતા પામે છે, તે પદ–વસ્તુ અથવા ક્રિયાદિક આત્મ સ્વરૂપની જેમ અથવા જિનપ્રતિમાની જેમ આ મનશુદ્ધિવિષે સુંદર અવલંઅન ભૂત થાય છે. ૧૧૨.
આવી રીતે કયાં સુધી પ્રવર્તવું? તે પર કહે છે – तदनु काचन निश्चयकल्पना विगलितव्यवहारपदावधिः । न किमपीति विवेचनसंमुखी भवति सर्वनिवृत्तिसमाधये॥११३॥
મૂલાર્થ–ત્યારપછી “મારે વ્યવહાર કોઈપણ કામને નથી” એ પ્રમાણેનું વિવેચન કરવામાં સન્મુખ તથા જેમાં વ્યવહારના સ્થાનને છેડે-અંત પરિપૂર્ણ થયે છે એવી કઈ-અપૂર્વ નિશ્ચય નયની કલ્પના સર્વ નિવૃત્તિની સમાધિને માટે થાય છે. ૧૧૩.
ટકાથે–વિચલિત એટલે પરિપૂર્ણ પાલન કરેલ હોવાથી ભિન્ન થયેલા વ્યવહાર નયના પદને એટલે રાગી અવસ્થાના સ્થાનને અવધિ જેનેવિષે થયેલ છે અર્થાત્ વ્યવહાર દશાની પૂર્તિ જેનેવિષે થઈ છે એવી તથા ત્યાર પછી એટલે અશુભ વિકલ્પની અનુત્પત્તિ -
Aho ! Shrutgyanam