________________
મનશુદ્ધિ અધિકાર प्रवचनाब्जविलासरविप्रभा प्रशमनीरतरंगतरंगिण । हृदयशुद्धिरुदीर्णमदज्वरप्रसरनाशविधौ परमौषधम् ॥ १०८ ॥
મૂલાથે—મન શુદ્ધિ એ જિનાગમરૂપી કમળના વિકાસ કરવામાં સૂર્યની પ્રભા સમાન છે, પ્રશમરૂપી જળના તરંગવાળી નદી છે, અને ઉદય પામેલા અષ્ટ પ્રકારના મરૂપી જ્વરના પ્રચારના નાશ કરવામાં મા રસાયન સમાન છે. ૧૦૮,
પ્રબંધ ]
૧૬૩
ટીકાર્થ—હૃદયની શુદ્ધિ એટલે સારા વિચારો કરવાવડે કરીને કરેલી મનની નિર્મળતા એ આગમ રૂપ ઉત્કૃષ્ટ વચન-જિન પ્રવચન, તે રૂપી કમળના વિકાસ કરવામાં એટલે વિવિધ પ્રકારના અર્થની સ્ફુરણારૂપ વિકાસ કરવામાં સૂર્યની ક્રાંતિ સદેશ છે. તથા પ્રશમ એટલે ઇન્દ્રિયા, મન અને કષાયનું દમન અથવા ક્ષમા, તે રૂપી નિર્મળ જળના તરંગાની નદીરૂપ છે. જેમ નદીમાં જળના કલ્લોલ હાય છે, તેમ મનની શુદ્ધિમાં પ્રશમ રસના કહોલ ઉછળે છે. તથા ઉદીર્ણ-અતિ પ્રાપ પામેલા જે જાતિ, કુળ, રૂપ, તપ, શ્રુત, ખળ, ધન અને ઐશ્વર્યથી ઉત્પન્ન થયેલા આઠ પ્રકારના મદ-ગર્વ, તે રૂપી જવરના પ્રચારના-સર્વાંગ વ્યાપકતાનો નાશ કરવામાં પરમ ઔષધ-રસાયન છે. અર્થાત્ મનની શુદ્ધિ થવાથી ભદના વિકારથી ઉત્પન્ન થતા દાહ શાંત થઈ જાયછે; ઉત્પન્ન જ થતા નથી. ૧૦૮. अनुभवामृत कुंडमनुत्तरव्रतमरालविलासपयोजिनी | सकलकर्मकलंकविनाशिनी मनस एव हि शुद्धिरुदाहृता ॥ १०९ ॥
ભૂલાથે—અનુભવરૂપી અમૃતના કુંડ સમાન, મહાવ્રતરૂપી રાજ હંસને ક્રીડા કરવાની કમલિની સમાન તથા સફળ કર્મના કલંકને નાશ મંરનારી એવી એક મનની જ શુદ્ધિ કહેલી છે. ૧૦૯.
ટીકાર્ય—માત્ર મનની શુદ્ધિ જ અર્થાત ખીજું કાંઈ પણ નહીંનિશ્ચે કરીને માત્ર મનશુદ્ધિ જ અનુભવ-નિર્ધાર કરેલી વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાનરૂપી અમૃત-સકલ જન્મ મરણાદિક રોગને હરણ કરનાર સુધાના કુંડ એટલે કહુ છે–તેની તુલ્ય છે, તથા સર્વોત્તમ વ્રત-નિવૃત્તિ પરિણામવાળાં મહાત્રતારૂપી મરાલ-અતિ નિર્મળ સ્વભાવરૂપ હાવાથી રાજહંસે તેને વિલાસ કરવા માટે–સહજાનંદ સ્વભાવમાં રમણ કરવામાટે કમલિની સમાન છે. તથા સકલ એટલે સમગ્ર જે જ્ઞાનાવરણાદિક કર્મો, તેમણે કરેલા સર્વ અપવાદરૂપી મળની મલીનતા
Aho! Shrutgyanam