________________
૧૬૨
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયકર્થના તે ભોજન કર્યા વિના ઉત્પન્ન થયેલી દુષ્ટ સ્થાનની અજીર્ણતાઅતિસારવાળે જઠરને રેગ છે, એમ જાણવું. ૧૦૫. - મનના નિગ્રહ વિના બીજી યતના નિષ્ફળ છે. તે કહે છેमनसि लोलतरे विपरीतता वचननेत्रकरेङ्गितगोषना। अजति धूर्ततया ह्यनयाखिलं निबिडदंभपरैर्मुषितं जगत् ॥१०६॥
મૂલાઈ–જે મન અતિ ચપળ હોય તે વચન, નેત્ર, હસ્ત અને કાય ચેષ્ટાની ગેપના (ગુપ્તિ) વિપરીતપણને પામે છે. અત્યંત દાંભિક પુરૂષએ એવી ધૂર્તતાએ કરીને આખા જગતને છેતર્યું છે. ૧૦
ટીકાર્થ-જે મન અતિ ચપળ હોય તે વચનથી કહેવામાં, નેત્રથી જોવામાં, હસ્તના ચલાવવામાં તથા સામાન્ય કરીને શરીરની ચેષ્ટામાં એ સર્વમાં ગોપના એટલે પોતાના વ્યવહારમાં અગ્યનું આચ્છાદન કરવામાટે કરેલી જે યતના તે ઉલટી વિપરીત પણને એટલે યતનાનું ફળ આપ્યા વિના દુર્ગતિના હેતુપણાને પામે છે. આવી ધૂર્તતાએ કરીને એટલે વંચના કરવાની વૃત્તિના ગોપવવાવડે કરીને અતિ ગાઢ દંભમાં-માયાવિપણુમાં તત્પર એવા લંપટ પુરૂષોએ આખું જગત લુંટી લીધું છે (કગી લીધું છે.) ૧૦૬, - મનની શુદ્ધિ જ મેક્ષ લક્ષ્મીનું વશીકરણ છે, તે કહે છે – मनस एव ततः परिशोधनं नियमतो विदधीत महामतिः । इदमभेषजसंवननं मुनेः परपुमर्थरतस्य शिवश्रियः॥१०७॥ - મલાથે–તેથી કરીને મતિમાન પુરૂષે અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ, કેમકે તે (મનની શુદ્ધિ) પરમ પુરૂષાર્થ (મેક્ષ) માં આસક્ત થયેલા મુનિને મેક્ષલક્ષ્મીનું આકર્ષણ કરવામાં ઔષધ વિનાનું વશીકરણ છે. ૧૦૭.
કાર્ય–તેથી કરીને પૂર્વે કહેલી રીતે મનને વશ કર્યા વિના કરેલી સર્વ ક્રિયાઓ નિષ્ફળ થાય છે, માટે મેટી–મેક્ષરૂપ કાર્યને સાધનારી બુદ્ધિવાળા પુરૂષે નિશ્ચયથી જ-બીજાં સર્વ સાધનને ગૌણ કરીને મુખ્ય વૃત્તિએ એક મનનું જ પરિશધન–સર્વ ઉદ્યમવડે નિર્મળ કરવાપણું કરવું. આ મનશુદ્ધિ આત્માને સર્વોત્કૃષ્ટ અર્થ-કાર્ય જે મોક્ષ તેમાં તત્પર થયેલા મુનિને મુક્તિરૂપી લક્ષ્મીનું આકર્ષણ કરવામાં ઔષધ વિનાનું વશીકરણ છે. ૧૦૭
બે લોકે કરીને મનશુદ્ધિના પ્રભાવનું વર્ણન કરે છે–
Aho ! Shrutgyanam