________________
૧
અધ્યાત્મસાર ભાષાંતર.
તૃતીય
અભાવ, તથા ગાનાદિક લક્ષ્મીની પ્રાપ્તિ, તથા જિજ્ઞાસા એટલે વાસ્તવિક ધર્માદિકને જાણવાની દચ્છા, તથા તે વસ્તુધર્મને જાણનાર ગીતાર્થે મુનિઓની સેવા, એ સર્વ શ્રેષ્ઠ મોક્ષના ઉપાયરૂપ સત્ અનુષ્ઠાનનું લક્ષણુ છે. ૮૫.
ઉપર કહેલાં બન્ને સત્ અનુષ્ટાનને યાગના પ્રકારનેવિષે ઉતારે છે– ઘટના કરે છે.—
भेदैर्भिन्नं भवेदिच्छाप्रवृत्तिस्थिरसिद्धिभिः । चतुर्विधमिदं मोक्षयोजनाद्योगसंज्ञितम् ॥ ८६ ॥
મૂલાથે-ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એવા પ્રકારે ભેદ પામેલું, તથા જીવને માક્ષની સાથે જોડવાથી યાગ' નામનું, આ અનુછાન ચાર પ્રકારનું છે. ૮૬.
ટીકા”—આ પૂર્વે કહેલું અનુષ્ઠાન ઇચ્છા-શાસ્રના અર્થને જાણુવાની અભિલાષા, પ્રવૃત્તિ-ત્રતાદિક અર્થવાળા શાસ્ત્રનેવિષે પ્રવૃત્તિ કરવી, સ્થિરતા–ત્રતાદિકને વિષે અતિચારરહિતપણું અને સિદ્ધિ-બીજાને ધર્મ પમાડનારી શક્તિ, એવા ભેદે કરીને ભેદ પામેલું તથા જીવને માક્ષનીસાથે જોડનાર-સંબંધ કરનાર હાવાથી યોગ નામને પામેલું આ અનુષ્ઠાન ચાર પ્રકારનું છે. ૮૬.
હવે કહેલા ભેદોને ઉદ્દેશના અનુક્રમે એ લાકવડે વિવરણ કરે છે.— इच्छा तद्यत्कथा प्रीतियुक्ताऽविपरिणामिनी । प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥ ८७ ॥
સૂલાથે—જેને યાગસ્વરૂપના દર્શનવાળી કથા વિપરિણામરહિત અને પ્રીતિયુક્ત હાય, તે ઇચ્છા યાગ કહેવાય છે. તથા સર્વત્ર ઉપશમવર્ડ યુક્ત સમ્યક્ ત્રતાદિકનું પાલન કરવું, તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. ૮૭.
ટીકાથે—જે પુરૂષને યાગસ્વરૂપના દર્શનવાળી કથા-ધર્મોપદેશની વાર્તા વિપરિણામ રહિત-યોગ ધર્મમાં વિમુખ કરનારી નહાય, ૫રંતુ સન્મુખ કરનારી હાય તથા પ્રીતિયુક્ત-પ્રેમદાયક હોય, તે ઇચ્છાયાગ કહેવાય છે. તથા સર્વત્ર-સર્વ પ્રાણીઓને વિષે સર્વ કાળે અને સર્વે કર્તવ્યનેવિષે ઉપશમવડે-શાંતિવડે સહિત સમ્ય-જે ભાંગે ગ્રહણ કર્યું હાય, તે જ પ્રમાણે વિધિપૂર્વક ગ્રહણ કરેલા વ્રતનું પાલન કરવું, તે પ્રવૃત્તિ નામના યોગ કહેવાય છે. ૮૭.
Aho ! Shrutgyanam