________________
પ્રબંધ ]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૫૧
એકાગ્રતા તથા કાલાદિક અંગોના અવિપૉસ એ અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે.
૩.
ટીકાથે—જે ભવ્ય પ્રાણીને સારી રીતે-શુદ્ધ ભાવથી શાસ્ત્ર-જિનાગમને વિષે કહેલા અથાનું-જીવાદિક પદાર્થોનું આલાચન-નય હેતુ વિગેરેવડે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયદ્વારા ચિંતવન હાય, તથા ક્રિયાનેવિષે મનની એકાગ્રતા હાય, તથા કાલ એટલે અંગાદિકના અધ્યયનની ( ભણવાની ) ક્રિયાના અવસર એ વિગેરે જે અંગે-ઉપાયા એટલે સત્ અનુષ્ઠાનને વિષે તથા મેાક્ષને વિષે જીવના પ્રયોજકો, ત્યાં આદિ શબ્દ છે તેથી વિનય અને બહુમાન વિગેરે ચાલીશ અંગા ( આચારના ભેદ ) જાણવાં. એ સર્વના અવિપર્યાસ એટલે તેમાં અન્યથા આચરણુ ન થાય, તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ જાણવું. ૮૩.
કહેલાં અનુષ્ઠાનામાં સત્ અને અસતા વિભાગ દેખાડે છે. द्वयं हि सदनुष्ठानं त्रयमत्रासदेव च ।
तत्रापि चरमं श्रेष्ठं मोहोग्रविषनाशनात् ॥ ८४ ॥
મલાથે—આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં છેલ્લાં બે અનુષ્ઠાના સત્ છે, અને પ્રથમનાં ત્રણ અસત્ છે. તે બેમાં પણ છેલ્લું અનુષ્ઠાન માંહરૂપી ઉગ્ર વિષના નાશ કરનાર હેાવાથી શ્રેષ્ઠ છે. ૨૪.
ટીકાથે—આ પૂર્વે કહેલાં પાંચ અનુષ્ઠાનને વિષે છેલ્લાં એ સત્ અનુષ્ઠાન જાણવાં અને પ્રથમનાં ત્રણ અસત્-અસુંદર જાવાં. તે છેલ્લાં એમાં પણ છેલ્લે અમૃતાનુષ્ઠાન માહ—અજ્ઞાન અથવા માહનીય કર્મરૂપ અત્યંત ઉત્કટ વિષ વિકારના નાશ કરનાર હાવાથી શ્રેષ્ઠઅતિપ્રધાન છે. ૮૪.
સત્ અનુષ્ઠાનનું લક્ષણ કહે છે.— आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः ।
जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ ८५ ॥ મૂલાથે—આદર, ક્રિયા કરવામાં પ્રીતિ, અવિદ્મ, જ્ઞાનાદિક સંપત્તિની પ્રાપ્તિ, જાણવાની ઈચ્છા તથા તેના જાણનારની સેવા, એ સત્ અનુષ્ટાનનું લક્ષણ છે. ૮૫.
ટીકાથે—આદર એટલે વ્રતનું ગ્રહણુ, તપસ્યા અને વૈયાવૃત્યાદિકના સ્વીકાર, તથા કરવામાં પ્રીતિ એટલે વિહાર, આવશ્યક વિગેરે ક્રિયા કરવામાં પ્રીતિ, તથા અવિગ્ન એટલે ધર્મને વિષે વ્યાઘાતના
Aho! Shrutgyanam