________________
પ્રબંધ.]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया। रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥ ८॥
મૂલાર્થ–સત પશમના ઉત્કર્ષથી અતિચારાદિકની ચિતાએ કરીને રહિત સ્થિરયોગ કહેવાય છે, અને બીજાઓના અર્થનું સાધન કરનાર સિદ્ધિયોગ કહેવાય છે. ૮૮.
ટીકાઈ–ઉદય પામેલા મેહનીય કર્મને અનુભવવડે ક્ષય અને નહીં ઉદય પામેલા મેહનીય કર્મના ઉદયને નિષેધ કરવો એ ક્ષપશમ કહેવાય છે, તે ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચાર-વતની મર્યાદાનું ઉલ્લંઘન કરવાના પરિણામ તથા વ્યાપાર, આદિ શબ્દથી અતિકમ, વ્યતિકમ અને અનાચારની ચિંતા રહિત-તેવા પ્રકારના મનના પરિણામ રહિત જે યોગ તે સ્થિર યુગ કહેવાય છે, તથા અન્ય પ્રાણીએને અર્થસાધક-ધર્મની સિદ્ધિ આપનાર જે અનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. ૮૮.
હવે ચાર કેવડે તે ચારે ગિને વિશેષ દેખાડે છે.– भेदा इमे विचित्राः स्युः क्षयोपशमभेदतः । श्रद्धाप्रीत्यादियोगेन भव्यानां मार्गगामिनाम् ॥ ८९॥
મૂલાઈ–આ ભેદે શ્રદ્ધા, પ્રીતિ વિગેરેના વેગવડે માર્ગોનુસારી ભવ્યજીને ક્ષયોપશમના ભેદથી વિચિત્ર પ્રકારના હોય છે. ૮૯.
ટીકાથે આ પૂર્વે કહેલા ભેદ-ઈચછાગ વિગેરે પ્રકારે ક્ષોપશમના ભેદથી જેની તરતમતાથી વિચિત્ર પ્રકારના-ઉત્કર્ષ અને અપકર્ષ પરિણામરૂપ અનેક પ્રકારના થાય છે, કેને થાય છે? તે કહે છે.-શ્રદ્ધા-આસ્તિકપણું, પ્રીતિ–દેવ, ગુરૂ અને ધર્મપરની રૂચિ વિગે- . રેના ગવડે–પ્રાપ્તિવડે માર્ગનુસારી ભવ્ય એટલે મેક્ષાભિલાષી જીવોને હોય છે. એટલે એ ચાર યોગમાંથી કઈ ભવ્યને શ્રદ્ધાગ અને કઈ ભવ્યને પ્રીતિગ ઈત્યાદિ હોય છે, એમ જાણવું. ૮૯.
હવે ઈચ્છાદિક યોગોના ફળને પ્રભાવ અનુક્રમે કહે છે – अनुकंपा च निर्वेदः संवेगः प्रशमस्तथा। एतेषामनुभावाः स्युरिच्छादीनां यथाक्रमम् ॥ ९०॥
મૂલાઈ—એ ઈચ્છાદિક યોગોના અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ અનુભાવ-પ્રભાવ હોય છે. ૯૦.
૨૦
Aho ! Shrutgyanam