________________
અધ્યાત્મસાર ભાષાંતર. [વતીયક્ષની ઈચ્છા ઉત્પન્ન થયેલી ન હોવાથી તે મોક્ષનું કારણ થતું નથી. એટલે તે અનુષ્ઠાન કાંઈક મનુષ્ય, વ્યંતર વિગેરે ગતિને પ્રાપ્ત કરનાર પુણ્યનું કારણ હેવાથી સાંસારિક સુખનું નિમિત્ત થાય છે એમ જિનેશ્વએ સિદ્ધાન્તમાં કહ્યું છે. અને સકામ નિર્જરા તો એટલે મોક્ષની ઈચ્છા પૂર્વક કરેલા ઉદ્યમવડે કરીને જે નિર્જરા-કર્મનો ક્ષય થાય છે, તે તે શુદ્ધ ઉપયોગ સહિત-સાધ્યની દષ્ટિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ થાય છે. માટે આ અનુષ્ઠાન સેવનારને તો કેઈકને સકામ નિર્જરા થાય છે, બાકી ઘણુને થતી નથી માટે તે ત્યાજ્ય છે. ૭૨.
હવે તહેતુ અનુષ્ઠાન કહે છે – सदनुष्ठानरागेण तद्धेतुर्मार्गगामिनाम् । एतच्च चरमावर्तेऽनाभोगादेविना भवेत् ।। ७३ ।।
મૂલાર્થમાનુસારી પુરૂષને સત અનુષ્ઠાનની પ્રીતિવડે કરીને તવ્હેતુ અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાન અનામેગાદિક વિના ચરમાવર્તને વિષે (એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી રહે ત્યારે જીવને) પ્રાપ્ત થાય છે. ૩.
ટીકાર્થ–સત એટલે વીતરાગે કહેલા અનુષ્ઠાનને વિષે-મોક્ષપ્રાપ્તિના ઉપાયના સેવનનેવિષે પ્રીતિએ કરીને તતુ તે મોક્ષ જ જેનેવિશે પ્રવૃત્તિનું કારણ છે એવું અનુષ્ઠાન માર્ગનુસારીને હોય છે. એ તફેતુ અનુખાન અનામેગ-ક્રિયામાં અનુપગ તથા આદિ શબ્દને લઈને વિસ્મૃતિ, અનાદર, આશંસા ઈત્યાદિ વિના ચરમાવર્તને વિષે-છેલ્લા પુગલ પરાવર્તનને વિષે અર્થાત્ એક પુલ પરાવર્તપ્રમાણુ સંસાર બાકી રહે ત્યારે જીવને પ્રાપ્ત થાય છે. ૭૩.
ચરમાવતને જ વિશેષ કરીને દેખાડે છે– धर्मयौवनकालोऽयं भवबालदशाऽपरा । अन स्यात् सक्रियारागोऽन्यत्र चासक्रियादरः॥७४॥
મૂલાળું—આ ચરમ પુદગલ પરાવર્ત ધર્મની યુવાવસ્થાને સમય છે, અને તે શિવાયનો કાળ (અનેક પુલ પરાવર્ત) સંસારની બાલ્યાવસ્થા છે. એ ચરમ પુદગલ પરાવર્તમાં સક્રિયાને વિષે રાગ હેય છે, અને બીજા ત્યાર અગાઉના કાળમાં અસક્રિયાને વિષે આદર હોય છે જ - ટીકર્થ આ પૂર્વે કહેલા લક્ષણવાળે ચરમ પુદ્ગલ પરાવર્ત ધર્મની યુવાવસ્થા સમય છે, અને બીજો એટલે અનેક યુગલ પરાવર્તને કાળ એ મેહની વૃદ્ધિવાળો હોવાથી સંસારની બાલ્યા
Aho! Shrutgyanam