________________
૧૪૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
એવા શિક્ષિતાદિ પદે-કર્તવ્યનેવિષે કુશળતાને ઉત્પન્ન કરનારાં સ્થાના, તેણે કરીને સહિત તથા આદિ શબ્દે કરીને ઉપયેગપારહિત એવું ક્રિયાનુષ્ઠાન પણ દ્રવ્ય આવશ્યક એટલે ભાવ આવશ્યકના કારણરૂપ થવાના ઉદ્દેશમાત્રે કરીને કરાતું આવશ્યક કહેવાય છે, તો પછી અ શુદ્ધ એટલે સૂત્રની અપેક્ષારહિત અવિધિએ કરેલું તથા ભાવરહિત એટલે શુભ પરિણામપૂર્વક વિશેષ પ્રકારના ઉપયોગરહિત જે આવરચક કર્યું હાય, તેની તો વાત જ શી કરવી? અર્થાત્ તેને તે માવચક્ર પણ કહી શકાય નહીં. કારણ કે તેમાં ભાવ આવશ્યકનું કારણપણું સમાયેલું નથી. ૬૮.
પ્રથમ કહ્યું કે શુદ્ધનું અન્વેષણ કરવાથી તીર્થના ઉચ્છેદ થાય તે વિચાવિના જ કહ્યું છે, તે કહે છે.—
i
तीर्थोच्छेदभिया हन्ताविशुद्धस्यैव चादरे । सूत्रक्रियाविलोपः स्याङ्गतानुगतिकत्वतः ॥ ६९ ॥
ભૂલાયે —અહા! તીર્થ ઉચ્છેદના ભયવડે અશુદ્ધ જ આદર કરવામાં તા ગતાનુગતિકપણાને લીધે સૂત્રોક્ત ક્રિયાનેાજ લાપ થાય છે. (તેથી તીર્થનું રક્ષણ શી રીતે થયું કહેવાય ? ) ૬૯.
ટીકાથે—ડે ભદ્ર ! તું તારા મનમાં સારી રીતે વિચાર કર, કે જિનશાસનના વિનાશ ન થાઓ એવી ભીતિ-ભયવડે કરીને અશુદ્ધ એટલે સૂત્રવિરૂદ્ધ શિષ્યાદિકને દીક્ષા તથા આવશ્યકાદિક ક્રિયાના આદર-સ્વીકાર કરવાથી ગતાનુગતિકપણાને લીધે એટલે જેમ કોઈને કુમાર્ગે જતા જોઇને બીજો પણ તે જ કુમાર્ગે ચાલે, અને તેને જોઇને ત્રીજે પણ ચાલે એમ એક બીજાને જોઇને સર્વ કુમાર્ગે ચાલે, તેવા ગતાનુગતિકપણાને લીધે સૂત્રમાં કહેલી સર્વે ક્રિયાવિધિના જ નાશ થાય, તે પછી તેથી તમે શું તીર્થનું-જિનશાસનનું પાલન-રક્ષણ કર્યું ? અર્થાત ઉલટા તમે તીર્થના ઉચ્છેદ કર્યો. ૬૯.
અહીં કોઈ શંકા કરે કે-જે કામ ઘણાઓએ કર્યું, તે કરવાથી દીષ લાગતા નથી. એ સૂત્ર બરાબર છે કે નહીં? તે શંકાના નિવારણમાટે કહે છે.~~
धर्मोद्यतेन कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ ७० ॥ ભૂલાથે—ધર્મમાં ઉદ્યમવંત પુરૂષે જે કાર્ય ઘણાએ કર્યું હોય તે
Aho! Shrutgyanam