________________
પ્રબંધ ] શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪૩ તે પર દષ્ટિ નાંખતે નથી, તથા ગુરૂવચનની પણ અપેક્ષા રાખતો નથી, એટલે કે ગુરૂએ કેવી રીતે કરવાનો ઉપદેશ કર્યો છે! તેને વિચાર પણ કરતા નથી. માત્ર આત્માના અધ્યવસાય રહિત શૂન્ય મનવડે નહીં સમજેલું એવું કાંઈક જે તે આવશ્યકાદિક અનુષ્ઠાન પિતાની સ્વેચ્છાએ કર્યા કરે છે. ૬૬.
હવે લેકસંસાનું લક્ષણ કહે છે – शुद्धस्यान्वेषणे तीर्थोच्छेदः स्यादितिवादिनाम् । लोकाचारादरश्रद्धा लोकसंज्ञेति गीयते ॥ ६७॥
મલાથું–શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થને ઉછેદ થાય તેમ છે, એમ કહીને લેપ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું, તે લેકસંજ્ઞા કહેવાય છે. ૬૭.
ટીકાર્થ-શુદ્ધના અન્વેષણમાં એટલે દીક્ષામાં તથા સૂત્રના દાનમાં (ભણવ ભણવવામાં) સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે જે પ્રવર્તવું તે શુદ્ધ, એવા શુકનું અન્વેષણ કરવાથી એટલે તેનેજ કર્તવ્યપણે નિર્ધાર કરવાથી તે તીર્થને-જિનશાસનને ઉચ્છેદ-નાશ થાય તેમ છે, એપ્રમાણે બેલનાર પ્રાણીને લોકાચારના–લોકમાં પ્રવર્તતા વ્યવહારના આદરને વિષે-આ જ અમારો કલ્યાણકારી માર્ગ છે એવા પ્રકારના બહુમાનને વિષે જે શ્રદ્ધા, તે લોકસંજ્ઞા એટલે કદષ્ટિ કહેવાય છે, એમ જિનેશ્વરેએ કહ્યું છે. અર્થાત શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે શુદ્ધને જ દીક્ષા તથા સૂત્ર (શાસ્ત્ર)નું દાન કરવું–બીજાને ન કરવું અને કહેલા વિધિપ્રમાણેજ આવશ્યકાદિક ક્રિયાઓ કરવી-તે વિના ન કરવી એમ જે કહીએ તે જિનશાસનનોજ ઉચછેદ-નાશ થઈ જાય, માટે જેમ ઘણું માણસે કરે તેમ કરવામાં અમે કાંઈ દોષ દેતા નથી; એવું કહેનારને લેકસંજ્ઞા જાણવી. ૬૭.
તે બન્ને સંસાવાળાને શિક્ષા આપે છે – शिक्षितादिपदोपेतमप्यावश्यकमुच्यते । द्रव्यतो भावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ॥ ६८॥
મૂલાર્થ_શિક્ષિતાદિક પદેવડે સહિત એવું આવશ્યક પણ દ્રવ્યથી આવશ્યક કહેવાય છે, તે પછી ભાવ રહિત અશુદ્ધની તે વાત : જ શી કરવી? અર્થાત તે તે દ્રવ્યાવશ્યક પણ કહેવાય નહીં. ૬૮.
ટીકાર્થ શિક્ષા એટલે ક્રિયાની પરિપકવતા કરવામાટે જે અભ્યાસ કરવો તે, એવી શિક્ષા જેને પ્રાપ્ત થઈ છે તે શિક્ષિત કહીએ,
Aho ! Shrutgyanam