SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ.] સમતા અધિકાર એક સમતા જ પ્રાણુઓના અનિષ્ટને હરનારી તથા ઈષ્ટને સંપાદન કરનારી છે, તે કહે છે– अर्गला नरकद्वारे मोक्षमार्गस्य दीपिका । समता गुणरत्नानां संग्रहे रोहणावनिः ॥४४॥ મૂલાઈ-નરકના દ્વારને વિષે અર્ગલા સમાન, મેક્ષમાર્ગમાં દીપિકા સમાન અને ગુણરૂપી રતોને સંગ્રહ કરવામાં રેહણુંચળ પર્વત સમાન એક સમતાજ છે. ૪૪, ટીકાથે–હે ભવ્ય પ્રાણુઓ! સમતા એ નરકમાં પ્રવેશ કરતા જીને રેકવામાં (નહીં પ્રવેશ કરવા દેવામાં) અર્ગલા આગળીયા સમાન છે, તથા મેક્ષમાર્ગને પ્રકાશ કરવામાં દીપમાળારૂપ છે, તથા ગુણરૂપી રોને સંગ્રહ-સંચય કરવામાં રોહણાચળ પર્વતની પૃથ્વી સમાન છે. ૪૪, એ સમતા જ અજ્ઞાનને નાશ કરનારી છે, તે કહે છેमोहाच्छादननेत्राणामात्मरूपमपश्यताम् । दिव्याञ्जनशलाकेव समता दोषनाशकृत् ॥ ४५ ॥ મુલાઈ–જેમનાં નેત્ર મોહવડે આચ્છાદિત થયેલાં છે, અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી, તેઓને સમતા એ દિવ્ય અંજનની શલાકા જેવી દોષને-અજ્ઞાનને નાશ કરનારી છે. ૪૫. ટીકર્થ–મેહરડે-અજ્ઞાનવડે અથવા મેહનીય કર્મના ઉદયવડે જેમનાં નેત્ર આચ્છાદિત થયાં છે–ઢંકાઈ ગયાં છે, અને તેથી આત્માના સ્વરૂપને- સકલ કર્મરહિત સચિત્ આનંદમય આત્માના મૂળરૂપને જેઓ જોઈ શકતા નથી એવા જનને સમતા એ દિવ્ય-પ્રધાન અથવા દેવાદિકે આપેલા એજનની-નેત્રના રોગને હરણ કરનાર મહા ઔષધીની શલાકા-સળીની જેવી દોષને–અજ્ઞાનને અથવા ચક્ષના તિમિર રેગને નાશ કરનારી છે. ૪૫. સમતાના સુખની અવાગ્યતા કહે છેक्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते । स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥ ४६॥ મૂલાર્થ–જે એક ક્ષણવાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમતાનું સેવન કરાય, તે તેથી એવું સુખ થાય છે કે જે બીજાને કહી શકાય નહીં. ૪૬. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy