________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
ટીકાથે—તે મુનિ ! સમતારૂપી અમૃતના સરોવરમાં નિમગ્ન થવાથી-સાન કરવાથી ચક્ષુમાં રહેલું કામવિકારરૂપી ધર્મરૂપ જીવનનું હરણ કરનાર વિષ સુકાઈ જાય છે—અપૂર્વ પ્રભાવે કરીને શેષણ પામે છે, અર્થાત્ નિર્વિકાર દૃષ્ટિ થવાથી કામવિકારના અભાવ થાય છે. તથા ક્રોધ-સ્વ અને પરને સંતાપ કરનાર કોપરૂપ તાપ-દુઃખરૂપી ધર્મ ક્ષય પામે છે. તથા ઉદ્ધૃતપણું એટલે અવિનય અથવા ચપળતારૂપી પાપના લેપ કરનાર મળના નાશ થાય છે.-આટલા ગુણા' સમતારૂપી અમૃત સરોવરમાં જ્ઞાન કરવાથી પ્રાપ્ત થાય છે. એમાં બતાવેલા દાષા સમતાના વિરોધી હોવાથી સમતાપાસે રહી શકે તેમજ નથી. ૪૧.
૧૩૧
ફક્ત એક સમતા જ સુખને માટે છે, તે કહે છે.जरामरणदावाग्निज्वलिते भवकानने । सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥ ४२ ॥ મૂલાથે—જરા અને મરણુરૂપ દાવાનળવ` સળગેલા આ સંસારરૂપી અરણ્યનેવિષે સુખનેમાટે અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન એક સમતા જ છે. ૪૨.
ટીકાથ—જરા તે વૃદ્ધાવસ્થા અને મરણ તે મૃત્યુ તરૂપ દાવાગ્નિવર્ડ-સર્વના નાશકારક હેાવાથી વનાગ્નિ ( દાવાનળ )વડે સળગેલા આ સંસારરૂપી અરણ્યનેવિષે અમૃતમય મેઘની વૃષ્ટિની જેવી એક સમતાજ પ્રાણીઓના સુખનેમાટે-આનંદને માટે છે. ૪ર
એજ વાતને દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે.
आश्रित्य समतामेका निर्वृता भरतादयः ।
न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किश्चन ॥ ४३ ॥
ભૂલાથે—એક સમતાના જ આશ્રય કરીને ભરત ચક્રી વિગેરે મેક્ષ પામ્યા છે; તેઓને કાંઈપણ કારી અનુષ્ઠાન ( ક્રિયા ) હતું નહીં. અર્થાત તેઓએ કાંઈપણ કષ્ટકારી ક્રિયા કરી નહેાતી. ૪૩.
ટીકાથે—એક—અદ્વિતીય સમતાના જ આશ્રય કરીને-અંગીકાર કરીને ભરતાદિક-ભરત ચક્રવર્તી, મરૂદેવી માતા, સૂર્યયશા વિગેરે સાક્ષપદને પામ્યા છે; તેઓએ કષ્ટ ઉત્પન્ન કરનારૂં તપ, લેચ, તથા પરીષહાદિકનું સહન કરવું ઇત્યાદિક વ્રત સંયમાદિક અનુષ્ઠાન કાંઈપણ કર્યું નહતું. માટે એક સમતાજ ભવસાગરથી તારનારી છે, એમ સિદ્ધ થાય છે. ૪૩.
Aho! Shrutgyanam