________________
પ્રબંધ.]. સમતા અધિકાર
૧૨૯ નય તેની સ્થિતિવડે એટલે સાપેક્ષપણુએ કરીને વસ્તુ સ્વરૂપની વ્યવસ્થા કરનાર મર્યાદાવડે, અહીં એ તાત્પર્ય છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય દરેક જીવની સત્તામાં રહેલી સિદ્ધપણને ઉત્પન્ન કરનારી શક્તિની અપેક્ષા રાખીને વ્યવહિત સંકેતને લીધે નિરંતર સિદ્ધને તુલ્ય એવી શુદ્ધ સત્તાને જુએ છે. તેવા શુદ્ધ નયની સ્થિતિવડે કરીને જ્ઞાનાવર
યાદિક કર્મ કરેલું ઈષ્ટાનિષ્ટવરૂપ બેપણું ત્રણે જગતમાં રહેલા ત્રસ અને સ્થાવર સર્વ જીવોને વિષે ભાસતું નથી-મનની લક્ષતાને પામતું નથી-સર્વત્ર એક સ્વરૂપ જ ભાસે છે, ત્યારે અનિવાર્ય સમતા ઉત્પન્ન થાય છે. ૩૫.
स्वगुणेभ्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः।
आत्मारामं मनो यस्य तस्य साम्यमनुत्तरम् ॥ ३६॥ મૂલાર્થ–એકત્વના નિશ્ચયથી, આત્માના ગુણ થકી અને માધ્યસ્થપણુથી જેનું મન આત્માનેવિષે રમણ કરે છે તેને ઉત્તમ સમતા પ્રાપ્ત થઈ છે, એમ જાણવું. ૩૬. .
ટીકાર્થ એકત્વના અધ્યવસાયથી એટલે અનન્યરૂપ નિશ્ચયવસ્તુ ગ્રહણને ઉપયોગ જે અભેદ ગ્રાહી નયનો છે, તેવા અભેદપશુંના નિશ્ચયથી તથા આત્માના જ્ઞાનાદિક ગુણેથી પણ ભેદદષ્ટિને ત્યાગ કરીને અર્થાત્ બીજાનું ભેદ ગ્રહણ તે દૂર રહ્યું, પોતાના ગુણેમાં પણ ભેદદષ્ટિ તજવાથી તથા ફૂટસ્થપણથી–ઉત્પાદ અને વ્યયની અપેક્ષારહિત એક પરિણમપણુથી એટલે નિરંતર લેઢાના ઘણની જેમ નિશ્ચળ રહેવાપણુના ઉપગથી જે મુનિનું આત્માને વિષે જ રમણું કરનારૂં ચિત્ત હેય છે, તે સાધુને સર્વોત્કૃષ્ટ સમતા છે, એમ જાણવું. ૩૬.
સમતાનું પ્રધાનપણું દેખાડવાપૂર્વક અઢાર લેકે કરીને તેનું ફળ કહે છે –
समतापरिपाके स्याद्विषयग्रह शून्यता । यया विशदयोगानां वासीचन्दन तुल्यता ॥ ३७॥
મૂલાર્થ–સમતાને પરિપાક થવાથી વિષયોનેવિષે આગ્રહને અભાવ થાય છે, અને તેથી કરીને નિર્મળ ગવાળા ગીઓને કુઠારના પ્રહારમાં તથા ચંદનની પૂજામાં તુલ્યતા થાય છે. ૩૭.
ટીકા–પૂર્વે કહેલી સમતાને પરિપાક એટલે સમતા પરિણુંમનું વિસ્તારપૂર્વક વિશુદ્ધ હેવાપણું અર્થાત્ દઢ સ્થિરતા ઉત્પન્ન
Aho! Shrutgyanam
છે અને તેથી તેમાં તુક્યતા થા
જમતા પતિ
૧૭,