________________
૧૨૮ અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીય
મૂલાર્થ-જ્યારે પિતાના પ્રયજનની સિદ્ધિ પિતાને જ આધીન છે એમ ભાસે છે ત્યારે પછી બાહ્ય અર્થોનેવિષે સંકલ્પની ઉત્પત્તિ હણાય છે. ૩૩.
ટીકાર્થ-જે કાળે આત્માના પ્રજનની સુખાદિક ઈષ્ટ કાર્યની સિદ્ધિ પિતાને જ આધીન છે એટલે સ્ત્રી અને ધનાદિકના ઉપગની અપેક્ષા વિના આત્માને જ આધીન છે અર્થાત મારા કાર્યની સિદ્ધિ કેઈને પણ આધાર વિના માત્ર મારે જ આધીન છે એમ ભાસે છેસ્પષ્ટ જણાય છે; તેજ કાળે બાહ્ય અને વિષે એટલે આત્માથી અલગ એવા પુદગલિક પદાર્થોનેવિષે ઈષ્ટ, અનિષ્ટ તથા મારું અને પાર એવા સંકલ્પની ઉત્પત્તિ-તેવા વિચાર જ નષ્ટ થાય છે એમ જાણવું ૩૩.
लब्धे स्वभावे कंठस्थस्वर्णन्यायाङ्मक्षये। रागद्वेषानुपस्थानात् समता स्यादनाहता ॥ ३४ ॥
મૂલાર્થ–ભ્રાંતિને ક્ષય થવાથી કંઠમાં રહેલા સુવર્ણમય અલંકારના દષ્ટાંતની જેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને તેથી રાગ અને શ્રેષની અનુત્પત્તિ થવાને લીધે અનિવાર્ય સમતા પ્રાપ્ત થાય છે. ૩૪..
ટીકાર્ચ–વિષયાદિકનેવિષે મુખપણાના જ્ઞાનરૂપ બ્રાંતિને નાશ થવાથી કંઠમાં રહેલા સુવર્ણમય ભૂષણના દષ્ટાંતથી એટલે જેમ કંઠમાં રહેલા સુવર્ણના ભૂષણને જોવા માટે અન્ય સ્થાને જવાની જરૂર રહેતી નથી, તેજ પ્રમાણે આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થવાથી બીજા કેઈની અપેક્ષા રહેતી નથી. અને તેથી કરીને રાગ-કેઈ ઠેકાણે આત્માને અભિલાષરૂપ પરિણામ અને દ્વેષ-કઈ ઠેકાણે આત્માને અપ્રીતિરૂપ પરિણામ એ બની ઉત્પત્તિ જ થતી નથી, એટલે પછી અનાહત એટલે કેઈથી પણ હણાય નહીં–નિવારણ કરી શકાય નહીં અર્થત અનિવાર્ય એવી સમતા પ્રાપ્ત થાય છે. ૩૪.
जगजीवेषु नो भाति द्वैविध्यं कर्मनिर्मितम् ।
यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ॥ ३५ ॥ . ભૂલાઈ–જ્યારે શુદ્ધ નયની મર્યાદાએ કરીને જગતના જીવને વિષે કર્મ કરેલું બેપણું ભાસતું નથી ત્યારે જ અનિવાર્ય સમતા . પ્રાપ્ત થાય છે, એમ જાણવું, ૩પ
ટીકાર્થ-જ્યારે આત્માની શુદ્ધ નયની સ્થિતિએ કરીને એટલે જીવની શુદ્ધ સત્તાને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નય મુખ્ય વૃત્તિઓ અથવા ગૌણ વૃત્તિએ અંશના પ્રહણહાર વસ્તુ ધર્મની દેશનારૂપ જે
તબા
Ahol Shrutgyanam