________________
પ્રબંધ.] - વૈરાગ્યના ભેદ
૧૧૧ इति शुद्धमतिस्थिरीकृतापरवैराग्यरसस्य योगिनः। स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्तते ॥ १०२॥
મૂલાઈ—આ પ્રમાણે જેણે શુદ્ધબુદ્ધિવડે અપર વૈરાગ્યને રસ સ્થિર કર્યો છે, એવા ગીઓને આત્માના ગુણોને વિષે નિસ્પૃહતાને ધારણ કરનારે પર વૈરાગ્ય પણું પ્રવર્તે છે થાય છે. ૧૦૨. 1 ટકાઈ–ઉપર કહ્યા પ્રમાણે શુદ્ધભેગાશંસાદિ દોષરહિત બુદ્ધિવડે કરીને જેણે અનુત્કૃષ્ટ વૈરાગ્યને રસ-શાંત પરિણામને સ્થાયી ભાવ સ્થિર-નિશ્ચળ કર્યો છે, એવા યોગીને-મુનિને આત્માના તપ, જ્ઞાન અને સંયમાદિક ગુણથી ઉત્પન્ન થતી લબ્ધિઓના પ્રભાવને વિષે નિસ્પૃહપણને પ્રાપ્ત કરનારે પ્રધાન વૈરાગ્ય પણ પ્રવર્તે છે-ઉત્પન્ન થાય છે. ૧૦૨.
પ્રધાન વૈરાગ્યનું જ વર્ણન કરે છે – विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसामनुषंगोपनताः पलालवत् ॥ १०३ ॥
મૂલાર્થ—અનુષંગથી પ્રાપ્ત થયેલી વિપુલ, પુલાક, ચારણ અને પ્રબલાશીવિષ વિગેરે લબ્ધિઓ અનાજની ઉપરના ફેતરાંની જેમ વૈરાગ્યવંતના મદને માટે થતી નથી. ૧૦૩.
ટીકાથે–અનુષંગ એટલે બીજાને ઉદ્દેશ છતાં, નહીં ઈચ્છેલા બીજા પદાર્થની પ્રાપ્તિ થાય છે. જેમ ધાન્યને માટે ખેતી કરતાં નહીં ઈઝેલાં ફોતરાં, પરાળ વિગેરેની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે મોક્ષના ઉદેશે કરીને જ્ઞાન, તપ અને સંયમની ક્યિા કરતાં લબ્ધિ વિગેરેની જે પ્રાપ્તિ થાય તે અનુષંગ પ્રાપ્તિ કહેવાય છે. તે અનુષંગવડે પ્રાપ્ત થયેલી વિપુલ વિસ્તારવાળી ઋદ્ધિ એટલે સમગ્ર મનના ભાવને જેવામાં સમર્થ એવી શક્તિરૂપ સંપત્તિ અર્થાત વિપુલમતિવાળું મનપર્યવ જ્ઞાન, પુલાક લબ્ધિ-જેનાથી ચક્રવતીના સૈન્યને પણ ચૂર્ણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે, ચારણુ લબ્ધિ–જેનાથી કરેડ યોજનસુધી આકાશ માર્ગે જવા આવવાની શક્તિ-જંઘાચારણ વિદ્યાચારણું વિગેરે લબ્ધિઓ થાય છે, તથા પ્રબલાશીવિષા-અતિ ઉગ્ર દેશનેવિષે વિષની જેવી વિષવાળી એટલે માત્ર શાપ જ આપવાથી ભસ્મસાત કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે, આ વિગેરે લબ્ધિઓ તથા મુખ્ય શબ્દવડે સૂચન થયેલ મણિ, મંત્ર અને ઔષધીઓ જાણવી. આ સર્વે વિરક્ત ચિત્તવાળા મુનિઓને ઉન્માદ-ગર્વ કરનાર થતી નથી,
Aho! Shrutgyanam