________________
[ દ્વિતીય–
અધ્યાત્મસાર ભાષાંતર.
૧૧૦
.
ટીકાર્થ—નેત્રના ઘણા અશ્રુજળના પ્રવાહરૂપી વાયુના કલાલવડે પ્રદીપ્ત થયેલા દેવાંગનાના વિરહરૂપ અગ્નિવડે દેવતાઓ દેવલાકમાં પણ અત્યંત દુ:ખ પામે છે, તેા તે દેવલોકમાં અથવા દેવાને વિષે સુખનું સ્થાન કયા પ્રકારે ઘર્ટન્યુક્તિયુક્ત કેમ થાય ? નજ થાય. દેવાના દુઃખને જ વિશેષ સ્પષ્ટ રીતે મતાવે છે.~~ प्रथमानविमानसंपदां च्यवनस्यापि दिवो विचिन्तनात् । हृदयं न हि यद्विदीर्यते घुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥ १०० ॥
મૂલાથે—દેવલાકમાંથી ચ્યવન થવાનું છે એમ વિચારવાથી મેટા વિમાનની સંપત્તિવાળા દેવાનું હૃદય જે વિદીણું થતું નથી, તેથી એમ જણાય છે કે તેમનું તે હૃદય વજ્રના પરમાણુવડે નિર્માણ થયેલું છે. ૧૦૦.
ટીકાથે—દેવલાક થકી ચ્યવન-દેવભવમાંથી ચ્યવીને બીજી ગતિમાં જવાનું સ્મરણમાં આવવાથી વિસ્તાર પામેલી વિમાનની સંપત્તિ-લક્ષ્મીવાળા દેવતાઓનું હૃદય જે કારણ માટે વિદીર્ણ થતું નથી–ભેદાતું નથી, તેથી કરીને એમ જણાય છે કે-તે દેવાનું હૃદય વજ્રના પરમાણુઆવડે રચાયેલું છે. કેમકે એવા દુ:ખવડે મનુષ્યોનું તે મરણ થતું જોવામાં આવે છે. અને દેવતાઓનું લેવામાં આવતું નથી, તેથી દેવતાઓનું હૃદય વની જેવું દુર્ભેદ્ય છે, એમ જણાય છે. ૧૦૦.
હવે બે શ્લોકોવડે અનુત્કૃષ્ટ વૈરાગ્યના ઉપસંહાર કરીને ઉત્કૃષ્ટ વૈરાગ્ય કહેવાના આરંભ કરે છે.
विषयेषु रतिः शिवार्थिनो न गतिष्वस्ति किलाखिलास्वपि । घननन्दनचन्दनार्थिनो गिरिभूमिष्वपरद्रुमेष्विव ॥ १०१ ॥
મૂલાથે—જેમ ઘણા નંદન વનના ચંદનવૃક્ષાની ઇચ્છાવાળા મનુષ્યને પર્વતની ભૂમિને વિષે રહેલા અન્ય વૃક્ષો ઉપર પ્રીતિ થતી નથી, તેમ મેાક્ષની અભિલાષાવાળા યોગીજનને સર્વે ( ચારે ) ગતિમાં રહેલા વિષયાપર પણ પ્રીતિ થતી નથી. ૧૦૧
ટીકાથ—માક્ષના અભિલાષી પુરૂષને મનુષ્યાદિક સર્વે ગતિને વિષે રહેલા કામભોગાદિક વિષયાપર રતિ-અભિલાષરૂપ પ્રીતિ થતી નથી. કાની જેમ ? તે કહે છે—જેમ ઘણા કલ્પવૃક્ષાદિકથી વ્યાસ એવા મેરૂપર્વતપર રહેલા નન્દનવનના ચંદનવૃક્ષની અભિલાષાવાળાને સામાન્ય પર્વતની પૃથ્વીમાં રહેલા અન્ય વૃક્ષાપર પ્રીતિ-સંતાષ થતા નથી, તે જ રીતે મેાક્ષાર્થીને પણ સાંસારિક વિષયાપર પ્રીતિ થતી નથી. ૧૦૧.
Aho! Shrutgyanam