SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ અધ્યાત્મસાર ભાષાંતર. || દ્વિતીયકારી થતા નથી. કેની જેમ? તે કહે છે–અમૃતના સમૂહમાં નિમગ્ન થયેલા માણસને વિષનો પ્રવાહ જેમ વિકાર કરી શકતા નથી. અર્થાત જેમ અમૃતના કુંડમાં નિમગ્ન થયેલા મનુષ્યની ઉપર વિષની વૃષ્ટિ પડે તે પણ તે વિષગની વ્યાપ્તિનું સામર્થ્ય ત્યાં નહીં હોવાથી નિષ્ફળ થાય છે, તેમ વિરક્ત ચિત્તવાળાને ઈન્દ્રિયોના વિષયમાં પ્રાપ્ત થયેલા વિષય પણ વિકારને ઉત્પન્ન કરવામાં અસમર્થ હોવાથી નિષ્ફળ થાય છે. ૮૨. હવે ત્રણ લોકવડે તેમને શબ્દના વિષયને અભાવ દેખાડે છે– सुविशालरसालमञ्जरी विचरत्कोकिलकाकलीभरैः। किमु माद्यति योगिनां मनो निभृतानाहतनादसादरम् ८३ મૂલાર્થિ–સ્થિર અને આઘાત રહિત એવા ઓંકારાદિકના વિનિને વિષે આદરવાળું ગીજનનું મન વિશાલ આમ્રવૃક્ષની મંજરીને વિષે ફરતા એવા કેલિના મધુર ધ્વનિવડે શું આનંદ પામે? ન જ પામે. ૮૩, ટીકાર્થ—અત્યંત વિસ્તારવાળી આમ્રવૃક્ષની મંજરીથી એટલે સૂક્ષ્મ એવા તેના નવાકરેના વિલાસથી આમ તેમ ફરતી એવી કેકિલાએ કરેલા “કુહુ’ ‘કુહુ એવા મધુર ધ્વનિની પરંપરાવડે, એકાગ્ર સમાધિમાં નિશ્ચળ રહેલા અને નિરંતર બ્રહ્મરંધ્રમાં શ્રવણું થતા કારાદિકના અનાહત નાદને વિષે આસક્ત થયેલા એવા યોગીઓનું ચિત્ત શું આનંદને પામે? અર્થત ન જ પામે. ૮૩. रमणीमृदुपाणिकंकणक्वणनाकर्णनपूर्णघूर्णनाः । अनुभूतिनटीस्फुटीकृतप्रियसंगीतरता न योगिनः ॥८४॥ મૂલાર્થિ—અનુભવરૂપી નદીએ પ્રગટ કરેલા મનહર સંગીતમાં આસક્ત થયેલા યોગીઓ, સ્ત્રીઓના કેમળ હસ્તના કંકણના વિનિના શ્રવણથી કદિ પણ પૂર્ણ ઘેઘુર (પ્રીતિવાળા) થતા નથી. ૮૪. ટકાÈ–અનુભવ-હૃદયરૂપી લક્ષ્યમાં આવેલું બ્રહ્મસ્વરૂપાદિકને દેખાડનારૂં જ્ઞાન, તે રૂપી નટીએ-સર્વ નૃત્યકળામાં કુશળ નર્તકીએ સ્પષ્ટ રીતે પ્રગટ કરેલા પ્રિય-શ્રવણ અને હૃદયને સુખકારક સંગીતનૃત્ય અને વાજિત્ર સહિત શ્રવણ, નેત્ર અને મનને વિનંદ આપનારી ક્રિયા તેને વિષે આસક્ત થયેલા એગીઓ-મુનિઓ, યુવતી સ્ત્રીઓના કમળ હસ્તવિષે રહેલા રાજડિત સુવર્ણમય કંકણથી ઉત્પન્ન થતા કર્ણને સુખ આપનાર રણુરણ શબ્દના શ્રવણવડે કરીને તેમના કર્ણરંધો પરિપૂર્ણ ભરાઈ જાય તે પણ, તેઓ અનુભવરૂપી નદીના સંગીતમાં આસક્ત થયેલા હોવાથી તેમાં પ્રીતિવાળા થતા નથી. ૮૪. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy