________________
પ્રબંધ] વૈરાગ્યના ભેદ..
૧૦૧ विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते।
अपरं प्रथम प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥८॥ મૂલાર્થ–વિષયનેવિષે અને ગુણોને વિષે એમ બે પ્રકારે આ વૈરાગ્ય પૃથ્વી પર પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મના પંડિતએ પહેલાને અપર અને બીજાને પર (પ્રધાન-મુખ્ય) કહે છે. ૮૧.
ટીકાર્થ–પૃથ્વીપર બે પ્રકારે આ પૂર્વોક્ત જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રવર્તે છે. તેમાં આ લેક અને પરલેક સંબંધી પ્રાપ્ત થયેલા શબ્દાદિક પાંચ પ્રકારના વિષયનેવિષે નિઃસ્પૃહપણું હોય તે પ્રથમ અને ગુણેને વિષે એટલે તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી ચારણુ, પુલાક, આમર્શ ઔષધી વિગેરે લબ્ધિઓને વિષે મદરહિતપણું હોય તે બીજે. આ બેમાં ઉક્ત સંખ્યાના અનુક્રમવડે પ્રથમના વિષય વૈરાગ્યને અપર-અપ્રધાન-અમુખ્ય કહે છે. એટલે વિષયનેવિષે વિરતતા તે સામાન્ય પુરૂષને પણ નિંઘ લેવાથી સુલભ છે, માટે તે અપ્રધાન છે. અને બીજા ગુણરાગ્યને પર-પ્રધાન-મુખ્ય કહે છે. કેમકે ગુણવૈરાગ્યને વિષય મહાત્માઓને પણ પૂજ્ય છે, તથા દુર્નિવાર એવા રાગાદિકની નિવૃત્તિ કરનાર છે. એ પ્રમાણે અધ્યાત્મ વિષયના પંડિતાએ વર્ણન કરેલું છે-કહેલું છે. ૮૧.
તેમાંના પ્રથમ વિષયવૈરાગ્યનું સ્વરૂપ કહે છેविषया उपलंभगोचरा अपि चानुश्रविका विकारिणः । न भवन्ति विरक्तचेतसां विषधारेव सुधासुमजताम् ॥८२॥
મૂલાર્થ–પ્રાપ્તિના વિષયવાળા (આ લેકના) તથા શાસ્ત્રાદિકમાં શ્રવણ કરેલા એવા વિષયે અમૃતમાં નિમગ્ન થયેલાને વિષધારાની જેમ વિરક્ત ચિત્તવાળા પુરૂષોને વિકાર કરનારા થતા નથી. ૮૨.
ટીકાર્થ–ઉપલંભ-ઇદ્રિને ગ્રહણ કરવાને ગ્ય એવા સ્થાનને વિષે પ્રાપ્તિરૂપ ગેચર-વિષય અર્થાત આશ્રયવાળા એટલે આ લોકમાં વર્તતા વિષય તથા ગુરૂમુખના ઉચ્ચારથી આગમનેવિષે સાંભળેલા સ્વગૈદિક સંબંધી ભૂત તથા ભવિષ્યકાળના ઇદ્ર, ચકવર્તી વિગેરેના વિષયો વિરક્ત એટલે યથાસ્થિત વિષય સંબંધી વિપાકના જ્ઞાનથી જેનું ચિત્ત ઉદાસીન થયેલું છે એવા પુરૂષોને વિકાર ઉત્પન્ન કરનારા-સ્વભાવને અન્યથા કરનારા થતા નથી જાણવા યોગ્ય વસ્તુ જાણેલી હોવાથી તે બન્ને પ્રકારના વિષયમાં તેમને કૌતુક નહીં હોવાથી તે તેમને વિકાર
Ano ! Shrutgyanam