________________
અધ્યાત્મસાર ભાષાંતર. (દ્વિતીયતથા કામદેવે ઉત્પન્ન કરેલા ઉન્માદનું-પરાધીનતાનું વમન એટલે હૃદયમાંથી બહાર કાઢવું, અર્થાત્ કામવિકારને ત્યાગ, તથા જાતિ, કુળ, ઐશ્વર્ય, તપ, બળ, બુદ્ધિ, લક્ષ્મી અને શ્રુત એ આઠથી ઉત્પન્ન થયેલા ભદેની અતિ સંકીર્ણતાનું મર્દન-મૂળમાંથી ઉચ્છેદન, તથા અસૂયા એટલે અન્યના ગુણોપરના શ્રેષના તત્-પરંપરાને વિચછેદનાશ અથવા અસૂયારૂપી તખ્ત-સૂત્રને નાશ એટલે હૃદયમાંથી કાઢી નાખવું. તે, તથા સમતા-સર્વ પ્રાણપર તુલ્ય દૃષ્ટિપણુરૂપ અમૃતને વિષે મગ્નતા, તથા સર્વદા ચિદાનંદમય-જ્ઞાનને આનંદ એટલે સમગ્ર રાગદ્વેષાદિક કંકરહિત આત્માના સ્વાભાવિક આહાદમય આત્મસ્વરૂપ થકી નહીં ચળવાપણું-નહીં પડવાપણું. આ ચાર શ્લેકમાં કહેલા ત્રીજા-જ્ઞાનગર્ભ - રાગ્યનાં લક્ષણેની શ્રેણું (સમૂહ) મેં તથા બીજા અનેક આચાર્યોએ કહેલી છે. ૭૬-૭૭-૭૮-૭૯,
પૂર્વે કહેલા ત્રણે પ્રકારના વૈરાગ્યને વિષે ગ્રહણ કરવા યોગ્ય કરે વૈરાગ્ય છે અને ન ગ્રહણ કરવા યોગ્ય ક વૈરાગ્ય છે? તેને વિભાગ બતાવે છે –
ज्ञानगर्भमिहादेयं द्वयोस्तु स्वोपमर्दतः। उपयोगः कदाचित् स्यान्निजाध्यात्मप्रसादतः ॥ ८०॥
મૂલાથે–આ ત્રણ પ્રકારના વૈરાગ્યની મધે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે અને બીજા બે પ્રકારના વૈરાગ્યને તે પિતાપિતાના ઉપમર્દને લીધે પિતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત ઉપગ થઈ શકે છે. ૮૦.
ટીકાર્થ–આ ત્રણ પ્રકારના વૈરાગ્યમાંથી મુમુક્ષુ જનેએ જ્ઞાનગર્ભ નામને ત્રીજે વૈરાગ્ય ગ્રહણ કરવા ગ્ય-સ્વીકાર કરવા યોગ્ય છે. અને બીજા બે એટલે દુખગર્ભ અને મેહગર્ભ વૈરાગ્યથી તે પિતાના એટલે દુઃખગર્ભ અને મોહગર્ભ પરિણામને નાશવડે બીજા પરિણામને (જ્ઞાનગર્ભપણને) પામવાથી પિતાના અધ્યાત્મના પોતાના મનની પરિણતિ અથવા અનુભવના પ્રસાદથી-શુદ્ધતા થવાથી કદાચિત્—કેઈક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પામીને ઉપગ-ઇષ્ટ કાર્યને સિદ્ધ કરવાપણું થઈ શકે છે. ૮૦.
! રૂતિ વૈરામેતાધિકાર છે પૂર્વ અધિકારમાં વૈરાગ્યના પ્રકારે બતાવ્યા. અને તેમાં જ્ઞાન ગર્ભ વૈરાગ્યને ગ્રહણ કરવા યોગ્ય કહ્યો. હવે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય બે પ્રકારને છે, તે બતાવે છે –
Aho ! Shrutgyanam