________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૧૦૩
स्खलनाय न शुद्धचेतसां ललनापश्ञ्चमचारुघोलना । यदियं समतापदावलीमधुरालापरतेर्न रोचते ॥ ८५ ॥ લાર્થ—સ્ત્રીઓના પંચમ સ્વરના મનહર નાદ શુદ્ધ ચિત્તવાળા પુરૂષોની સ્ખલના માટે થતા નથી. કેમકે સમતાનાં વાકયાની શ્રેણીના મધુર આલાપને વિષે પ્રીતિવાળા તે મુનિને આ ( સ્રીઓના પંચમ સ્વરના મનેાહર નાદ ) રૂચિકારક (આનંદદાયક ) થતા નથી. ૮૫.
ટીકાર્થ—રાગાદિ દોષરૂપ મળના અભાવને લીધે શુદ્ધ-નિર્મળ ચિત્તવાળા યાગીજનાને, ક્રીડા કરતી એવી સ્ત્રીઓએ પંચમ સ્વરવડે કરેલી મનેાહર ધેાલના-અમંદ નાદની મૂર્ચ્છના, સ્ખલનને માટે-ધર્મધ્યા નના વ્યાઘાતને માટે થતી નથી. કેમકે તેઓ સર્વ પ્રાણીઓને વિષે તુલ્ય વર્તનારૂપ સમતાના સ્વરૂપ અને ફલાદિકના પ્રતિપાદક એવા પદા—શાસ્ત્રનાં વાકયાની શ્રેણીના મધુર-શાંતરસમય આલાપને વિષે ચિત્તની પ્રીતિને ધારણ કરનારા હૈાય છે. તેવા યાગીઓને આ-સ્ત્રીઆના પંચમસ્વરની સુંદર ઘેલના કદાપિ રૂચિકારક થતી નથીપસંદ પડતી જ નથી. ૮૫.
હવે ત્રણ શ્લાકે કરીને રૂપ વિષયમાં વિરક્તપણું અતાવે છે. सततं क्षयि शुक्रशोणितप्रभवं रूपमपि प्रियं न हि । अविनाशिनिसर्गनिर्मलप्रथमानस्वकरूपदर्शिनाम् ॥ ८६ ॥ મૂલાર્થ—અવિનાશી, સ્વભાવથીજ નિર્મળ અને વિસ્તીર્ણે એવું આત્માનું સ્વરૂપ જેનારા યોગીઓને નિરંતર ક્ષય પામતું તથા વીયૅ અને રતસથી ઉત્પન્ન થયેલું રૂપ (શરીરનું સૌન્દર્ય ) પણ પ્રિય લાગતું
નથી. ૮૬.
ટીકાથે—વિનાશના હેતુરૂપ રાગાદિકવડે પરાભવ નહીં પામવાથી તથા અનાદિ અનંત હાવાથી અવિનાશી, તથા પેાતાના સહજ સ્વભાવે કરીને નિર્મળ એટલે કર્મરૂપ પંકમળના અભાવથી પવિત્ર અર્થાત્ પંકાદિકવડે સ્પર્શ કરવાને અશય હાવાથી જળાદિકવડે શોધવાપણું નહીં હૈાવાને લીધે નિર્મળ, તથા વિસ્તીર્ણ, એવા પ્રકારના આત્મસ્વરૂપને નિર્મળ જ્ઞાનચક્ષુવડે જોનારા યાગીઓને, નિરંતર (ક્ષણે ક્ષણે) ક્ષયના હેતુરૂપ રાગાદિકવર્ડ વ્યાસ હાવાથી વિનશ્વર, તથા પિતાના વીર્ય અને માતાના રેતસથી ઉત્પન્ન થયેલું, અશુચિ ·હાવાથી ગ્રહણ કરવાને અયેાગ્ય એવું આ શરીરનું રૂપ પણ પ્રીતિકારક થતું
નથી. ૮૬.
Aho! Shrutgyanam