________________
પ્રબંધ ].
વૈરાગ્યના ભેદ. અથવા વ્યવહારને વિષે-જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે અથવા પ્રવર્તનામક વસ્તુના ઉત્પાદાદિક વ્યવહારને વિષે અથવા નિશ્ચયને વિષે-જીવના પરમ નિરંજન ભાવમય શુદ્ધ સત્તાના અવલંબનવાળા માત્ર દ્રવ્યપણુના જ આશ્રયને વિષે અથવા અત્યંતર ધ્યાનાદિકના નિશ્ચયને વિષે અથવા જ્ઞાનને વિષે-સકલ કાર્યને સાધન કરનારું જ્ઞાન જ સત્ય છે. ક્રિયાવડે શું ફળ? એવા જ્ઞાનને વિષે અથવા કિયાનેવિષે-ક્રિયાજ સમગ્ર અર્થને સાધનારી છે, જ્ઞાનથી શું ફળ? એમ ધારી કેવળ ક્રિયાને વિષે આ કદાગ્રહ જે હોય તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય જ નહીં, તે મેહગર્ભ વૈરાગ્ય કહેવાય છે. ૭૧.
ઉપદેશ જ આપે છે – नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ॥७२॥
મૂલાઈ–પિતાના અર્થને વિષે સત્ય અને પરનો વિચાર કરવામાં અનર્થક (અસત્ય) એવા નયને વિષે જે મધ્યસ્થપણું આવ્યું ન હોય, તે તે જ્ઞાન વૈરાગ્ય નથી. ૭૨.
ટીકર્થ–પિતાના પક્ષનેવિષે સત્ય-પિતાના યથાર્થ તત્ત્વનું પ્રતિપાદન કરનારા તથા બીજા-પિતાથી વ્યતિરિક્ત નાના પક્ષને વિચાર કરવામાં નિરર્થક-અયથાર્થ એવા નૈગમાદિક નવિષે જે મધ્યસ્થપણું– પક્ષપાતરહિતપણું અર્થાત તત્ત્વની પરીક્ષા કરવાપણું ન થયું હોય, તે તે જ્ઞાનગતિ વૈરાગ્ય નથી, પણ મેહગર્ભિત જ છે. ૭૨.
વળી ફરીને ઉપદેશ આપે છે – स्वागमेऽन्यागमार्थानां शतस्येव परार्धके । नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥ ७३ ॥
મલાથે–પરાને વિષે ની જેમ જે પિતાના (જૈનના) આગમને વિષે અન્ય દર્શનીના આગમના અર્થોનો અવતાર કરવામાં પાંડિત્ય ન હોય, તો તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી. ૭૩.
ટીકાથે–પિતાના-જૈનના આગમનેવિષે-શાસ્ત્રનેવિષે રહેલા અન્ય દર્શનીઓના આગમના અર્થોની, પરાર્ધની સંખ્યાને વિષે (લૌકિકમાં છેલા ગણતા અંકનેવિશે ) ની સંખ્યાની જેમ ઘણું અલ્પતા છે. તે ઘણું અલ્પ અન્ય શાસ્ત્રના ભાવાર્થોનું અવતરણ કરવામાં–પર સમયપણુએ કરીને સ્વસમયની યેજના કરવામાં જે પંડિતાઈ ન હોય, તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય નહીં, પણ મેંહગર્ભ વૈરાગ્ય જ જાણવો. ૭૩
Aho Shrutgyanam,
૧૩
*