________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયઅર્થને આશ્રય કરવાથી સર્વગામી જ્ઞાન-શ્રદ્ધાત્મક બંધ થાય છે. તથા પરોપદેશાદિક ક્રિયા અને તપસ્યા, વિહાર વિગેરેને વ્યવહાર-પ્રવૃત્તિ તે તે બુદ્ધિમાનને અવશ્ય કર્તવ્યપણુએ કરીને આગમમાં બતાવેલા ઉલ્લેખ-વચન વિશેષરૂપી શેખરસમાન ઉત્તમ જ છે, એમ જાણવું. ૬.
હવે શિષ્યને શિક્ષા આપે છે– तदेकान्तेन यः कश्चिद्विरक्तस्यापि कुग्रहः। .. शास्त्रार्थबाधनात् सोऽयं जैनाभासस्य पापकृत् ॥ ७० ॥
મૂલાર્થ–તે કારણ માટે વિરક્તને પણ એકાંતપણે જે કઈ એકને કેદાગ્રહ થાય, તે તે શાસ્ત્રના અર્થને બાધક હેવાથી જૈનની જેવા દેખાતા તે પુરૂષને પાપકારક થાય છે. ૭૦.
ટીકાર્ય શિષ્ય! તે કારણ માટે પૂર્વે કહેલા પરમાર્થને વિચાર કરવાથી જે કઈ ક્રિયાત્મક અથવા જ્ઞાનાત્મક કદાગ્રહ વૈરાગ્યવાનને પણુ (અર્થાત હરાગાદિકથી વ્યાસ એવા મનુષ્યને થાય તેમાં તે શું કહેવું? એ અવિ શબ્દનો અર્થ જાણો.) એકાંતપણે સર્વથા ક્રિયાની પ્રધાનતાના પક્ષે કરીને અથવા સવેથા જ્ઞાનની પ્રધાનતાના પક્ષે કરીને કદાગ્રહ-હઠભાવ થાય તો તે એકાંત કદાગ્રહ પાપકારી-દરેક જન્મમાં પાપ તથા તેના ફળરૂપ દુઃખનું કારણે થાય છે. કેમકે તેથી શાસ્ત્રમાં કહેલા અર્થને બાધ-વિનાશ થાય છે. કેને પાપકારી થાય છે? તે કહે છે તેવા જૈનાભાસને એટલે કેત્તર મિથ્યાત્વવડે યુક્ત હેવાથી પરમાર્થપણે જૈન નહીં છતાં પણ જૈનસદશ જણાતા મનુષ્યને તે (કદાગ્રહ) પ્રવર્તે છે, પરંતુ શુદ્ધ જૈનને તે (કદાગ્રહ) હોતો નથી. કારણકે જે કદાગ્રહી હોય તે જૈન જ કહેવાતું નથી. ૭૦. શિક્ષા જ કહે છે
उत्सर्गे वापवादे वा व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्मणि वायं चेन्न तदा ज्ञानगर्भता ॥ ७१ ॥ મૂલા–જે આ (કદાગ્રહ) ઉત્સર્ગને વિષે, અપવાદને વિષે, વ્યવહારને વિષે, નિશ્ચયને વિષે, જ્ઞાનને વિષે અથવા કર્મ (મિ)ને વિષે થાય તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય જ નહીં. ૭૧. - ટેકાર્થ–ઉત્સર્ગને વિષે-સામાન્યથી સાધુ સામાચારીને વિષે, (આ લેકમાં સર્વે વા શબ્દ વિકલ્પ (અથવા)ના અર્થમાં છે.)અથવા અપવાદને વિષે વિશેષ પ્રકારના કારણ પ્રસંગની સાધુ સમાચારીને વિષે
Aho ! Shrutgyanam