________________
પ્રબંધ,]
વૈરાગ્યના ભેદ. ટીકાર્થ– કે કેવળજ્ઞાન-હાથમાં રહેલા આમળાના ફળની જેમ સર્વે ભાવને પ્રગટ કરનારા આવરણરહિત જ્ઞાન વિના બીજું મતિ શ્રેતાદિક જ્ઞાન કરીને દરેક પર્યાયની વ્યક્તિ-ભેદવડે પ્રગટ બોધ અથવા કથન થતું નથી. અર્થાત કેવળજ્ઞાનવિના બીજા મત્યાદિક જ્ઞાને એકેએક (સર્વ) પર્યાયને જાણતા નથી. તથા કેઈક વિષયમાં એકાંશ દ્વારવાળું-એક પર્યાયરૂપ દ્વાર એટલે મુખ્યતા અથવા ઉપાયવાળું ગ્રહણ-જ્ઞાન થાય છે, તે પણ છઘને અતિ પ્રસક્તિવાળું-બહુ પર્યા
ની પ્રાપ્તિથી યુક્ત થાય છે, જેમકે જીવ, ધર્મ, અધર્મ અને આકાશને વિષે અરૂપીપણું અને પરમાણુને વિષે રૂપીપણું, એવું બહુ પર્યાયની પ્રાપ્તિવાળું જ્ઞાન થાય છે. ૬૭.
अनेकान्तागमश्रद्धा तथाप्यस्खलिता सदा । सम्यग्दृशस्तयैव स्यात्संपूर्णार्थविवेचनम् ॥ ६८ ॥
મૂલાર્થ-તેપણ સમ્યગદષ્ટિવાળા પુરૂષને અનેકાંત (સ્યાદ્વાદ) આગમની શ્રદ્ધા નિરંતર અખલિત હોય છે, તેથી તે શ્રદ્ધાવડે જ સંપૂર્ણ અર્થનું વિવેચન થઈ શકે છે. ૬૮.
ટીકાર્ય–તપણ—એમ છતાં પણ સમ્યગદષ્ટિવાળા પુરૂષને અનેકાંત આગમની શ્રદ્ધા-કેવળ નિત્યસ્વાદિક એક જ પક્ષને આશ્રય કરીને પદાર્થને નિશ્ચય નહીં કરનાર એવા અનેકાંત (સ્યાદ્વાદ) આગમ-સિદ્ધાતની શુદ્ધ વાસના સર્વદા-સર્વકાળે અખંડિત-અતિચાર રહિત હોય છે, તે સુદૃષ્ટિવાળાને તે જ અનેકાંત આગમની શ્રદ્ધાવડે સંપૂર્ણ અર્થનું વિવેચન-યથાર્થપણુએ કરીને વસ્તુસ્વરૂપને નિશ્ચય થઈ શકે છે. ૬૮,
પૂર્વોક્ત અર્થને જ સ્પષ્ટ રીતે કહે છે –
आगमार्थोपनयनाज्ज्ञानं प्राज्ञस्य सर्वगम् । વ ર્ચવાતુ નિયોપ્લેવરોવર
મૂલાર્થ–આગમન અર્થનો આશ્રય કરવાથી બુદ્ધિમાન પુરૂષને સર્વગામી જ્ઞાન હોય છે, અને કાર્યાદિકને વ્યવહાર તે તેને નિશ્ચય કરેલા ઉલ્લેખના શેખરરૂપ છે. ૬૮.
ટીકાર્થ-જિનેન્દ્ર સિદ્ધાંતને વિષે કહેલા અર્થનો-પૂર્વાપર શાસ્ત્રમાં કહેલા અર્થને જે સંબંધ તેનો સ્મૃતિપૂર્વક બંધવડે આશ્રય કરવાથી–. તેનું ધ્યાન કરવાથી બુદ્ધિમાન પુરૂષને સ્કૂલ સૂક્ષ્મ વિગેરે સર્વ ભાવોને વિષે અનુસરનારું જ્ઞાન થાય છે. એટલે સામાન્ય કરીને આગમમાં કહેલા
Aho! Shrutgyanam