________________
23
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
દ્રવ્યને પરિપૂર્ણ જાણુનાર સર્વે નિર્વિશેષ વસ્તુને જાણે છે. તથા સર્વ દ્રવ્યને જાણનાર જ એક જીવાદિકના પરિપૂર્ણ જ્ઞાનને જાણે છે. અર્થાત્ સર્વે નિર્વિશેષ વસ્તુને જાણનાર એક જીવાદિક દ્રવ્યને પરિપૂર્ણરીતે જાણે છે. અનુવૃત્તિ અને વ્યાવૃત્તિના જ્ઞાનના અભાવ છે માટે. તે ભગવતી સૂત્રના પાઠ આ પ્રકારે છે. તે પુરૂં બાળદ સે સબ્વે નાળફ્ । ને સબ્વે બાળકૢ તે વાં બાળરૂ' જે એક દ્રવ્યને જાણે છે તે સર્વે દ્રવ્યને જાણે છે; અને જે સર્વ દ્રવ્યને જાણે છે તે એક દ્રવ્યને જાણે છે. ૬૫. ઉપર કહેલા જ્ઞાનની પ્રાપ્તિના પ્રકાર કહે છે.— आसत्तिपाटवाभ्यास स्वकार्यादिभिराश्रयन् । पर्यायमेकमप्यर्थं वेत्ति भावाद्बुधोऽखिलम् ॥ ६६ ॥ મૂલાથે—આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિકે કરીને એક પર્યાયના પણ આશ્રય કરનાર પંડિતપુરૂષ ભાવથી સમગ્ર પદાર્થને જાણું છે. ૬૬.
ટીકાથૅ—આસત્તિ એટલે પ્રકૃત અર્થેના સંબંધના જ્ઞાનનેમાટે નિરંતર અનુકૂળ બાધ કરનાર અભ્યાસવડે સંસર્ગ ( સંબંધ ) કરવા તે, પાટન એટલે તીક્ષ્ણ બુદ્ધિએ કરીને જિનવચનના ખાધથી ઉત્પન્ન થયેલી ચતુરાઇ, અભ્યાસ એટલે ગુરૂના મુખથી શ્રવણ કરેલા અર્થને વિષે વારંવાર યુક્ત અયુક્તના વિચાર, અને સ્વકાર્ય એટલે તે વસ્તુનું જે સ્વાર્થક્રિયા કરવાપણું તે અથવા જેનાથી જે સ્વકાર્ય સિદ્ધ થાય છે તેના નિર્ધાર કરવા તે, એ વિગેરેવડે હેતુ, સંબંધ અને પ્રમાણાદિકવડે એકપણ પર્યાય-વસ્તુધર્મના આશ્રય કરતા-વિધિપૂર્વક ધારણ કરતા અથવા વિચારતા એવા પંડિતપુરૂષ ભાવથી-ચિત્તના શુદ્ધ પરિણામથી સમગ્ર અર્થને-પદાર્થસમૂહને જાણે છે. ૬૬.
અહીં કાઈને શંકા થાય કે છદ્મસ્થને સમગ્ર પર્યાયાનું ગ્રહણ થતું નથી, તે તેને સંપૂર્ણ અર્થના એધ કઇ યુક્તિથી થાય? તે શંકાના જવાબ આપે છે.—
अन्तरा केवलज्ञानं प्रतिव्यक्तिर्न यद्यपि ।
कापि ग्रहणमेकांशद्वारं चातिप्रसक्तिमत् ॥ ६७ ॥
મૂલાથે—જો કે કેવળજ્ઞાનવિના દરેક પદાર્થની વ્યક્તિ થતી નથી, અને કોઇક વિષયમાં એકાંશના દ્વારવાળું જ્ઞાન થાય છે, તે પણ છદ્મસ્થાને ઘણા પર્યાયની પ્રાપ્તિવાળું થાય છે. છ
Aho! Shrutgyanam