________________
સિઝુલવા આદું-ગરા-મરણ જંઘધનુષ | सासयमव्वाबाहं, अणुहंति सुहं सवाकालं ।।३०६ ।। સર્વ દુઃખો દૂર થયા છે, જન્મ-જરા-મરણ અને બંધનથી વિમુક્ત થયા છે, શાશ્વત, અવ્યાબાધ એવું સિદ્ધનું સુખ સદાકાળ હોય છે. આ પયજ્ઞા જૈન ભૂગોળ સમજવાનું સારું સાધન બને છે. દેવેન્દ્રોના નિમિત્તે અોલોકથી સિદ્ધશીલા સુધીની જૈનભૂગોળ તેમજ દેવોનો વિસ્તૃત પરિચય આપણને મળે છે.
એકંદરે આ પાંચ પયજ્ઞાઓનો વિસ્તૃત પરિચય તેમજ અન્ય પયજ્ઞાઓના સામાન્ય નિર્દેશ દ્વારા ખ્યાલ આવે છે કે, આ પયજ્ઞા ગ્રંથોમાં પરમાત્મા મહાવીરની પરંપરામાં થયેલ મુનિ ભગવંતોએ
મરણસમાધિ
‘મરક઼ાસમાધિ પછજ્ઞા’ એ સમાધિમરણની વિસ્તૃત ચર્ચા કરનાર આગમગ્રંથ છે. આ પ્રકીર્ણકની ૬૬૧ ગાથાઓ છે. દસ પયજ્ઞા ગ્રંથોમાં આ સૌથી વિશાળ પયજ્ઞા છે. આ ગ્રંથ મરણવિભક્તિ, મરણવિશોધિ, મરણસમાધિ, સંલ્લે ખનાશ્રુત, ભક્તપરિજ્ઞા, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન અને આરાધના-આ આઠ ગ્રંથોને આધારે રચાયો છે.
આ ગ્રંથ બાબુ ધનપતસિંહ (મુર્શિદાબાદ), બાલાભાઈ કકલભાઈ (અમદાવાદ), જૈનધર્મ પ્રસારક સભા, આગોદય સમિતિ, હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાળા અને મહાવીર જૈન વિદ્યાલય દ્વારા મૂળ પ્રસિદ્ધ થયેલ છે.
આ પયજ્ઞાનું વિસ્તૃત અધ્યયન ડૉ. અરુણા મુકુંદકુમાર લઠ્ઠાએ પીએચ.ડી. નિમિત્તે શ્રી શિક શાહના માર્ગ દર્શન હેઠળ ‘મરણસમાધિ એકઅધ્યયન' શીર્ષક હેઠળ કર્યું છે. આોધનિબંધનું પ્રકાશન મહાવીર જૈન વિદ્યાલય દ્વારા વર્ષ ૨૦૦૦માં કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં સમાધિમરણ વિષયક આજે ઉપલબ્ધ એવા યશાઓ તેમ જ આજે ઉપલબ્ધ ન હોય તેવા પયજ્ઞાઓની સામગ્રી સંકલિત કરવામાં આવી છે.
આ ગ્રંથ ‘મરણવિભક્ત્તિપઇછાય” તરીકે પણ ઓળખાય છે. આ ગ્રંથમાં પ્રારંભે આરાધનાના ત્રણ ભેદો દર્શાવ્યા છે; દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના. શ્રદ્ધારહિત જીવો ભુતકાળમાં અનંતવાર બાળમરણથી મૃત્યુ પામેલા છે, પરંતુ ભવનો અંત કરનાર પંડિતમરણની પ્રાપ્તિ થઈ નથી, એમ કહી પંડિતમરણનું સ્વરૂપ ગાથા ૨૨થી ૪૪માં દર્શાવ્યું છે. ગાથા. ૪૫થી ૧૨માં પંડિતમરણને સિદ્ધ કરવાના કર્તવ્યો દર્શાવે છે. સાધકે સર્વ સુખશીલતાનો ત્યાગ કરી ઉત્તમ રીતે ચારિત્રનું પાલન કરવું, ધૈર્યવાન બની કો સહન કરવા, ક્રમશઃ પાંચ ઈન્દ્રિયોના
વિષર્યો તેમ જ કાર્યો પર વિજય મેળવવો.
એ પછી સાધકને તેની સાધનામાં તન્મયતા રહે તે માટે નિયંમક ગુરુ તેને ક્રમશઃ આહારનો ત્યાગ કરાવે છે. તે મુનિ વિચારે છે.
અંતકાળે સમાધિ ટકી રહે એવી સામગ્રીઓનું સર્જન-સંકલન આ પયાઓ નિમિત્તે કર્યું છે તો દીક્ષા માટે ઉપયોગી મૂહૂર્તો, શુદ્ધ આચાર આદિ અનેક સાધક જીવનને ઉપકારી વસ્તુઓનું સર્જનસંકલન કરી ભાવિમાં થનારા જીવો પર મહાન ઉપકાર કર્યો છે.
‘આહાર જ સર્વ સુખનું ઉદ્ભવસ્થાન, જીવિતમાં સારરૂપ ગણાય છે, છતાં સર્વ દુ:ખોનું કારણ પણ તે જ છે. આહા૨ની ઈચ્છા માત્રથી તંદુલિયો મત્સ્ય સાતમી નરકે જાય છે. મેં પણ અનંત ભવોમાં ઘણા આહાર કર્યાં. ઘણી નદીઓના પાણી પીધાં,
૬૭
આ યજ્ઞા વિષયક લખાણોમાં પયજ્ઞય સત્તાઇ-ભાગ-૧ માંની પંડિત અમૃતલાલ મોહનલાલ ભોજકની પ્રસ્તાવના તેમજ ‘મરણસમાધિઃ એક અધ્યયન' (ડૉ. અરૂણા મુકુંદકુમાર લઠ્ઠા) વિશેષ ઉપકારી બન્યા છે.
આ લખાણમાં મારી મતિમંદતાને લીધે જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાણ થયું હોય તો મિચ્છામિ દુક્કડં.
પ્રકીર્ણક
છતાં પણ તૃપ્તિ નથી. તો હવે એવા આહાર-પાણીનું મારે કામ નથી.
આવી
નિર્યામક આચાર્ય અનશન ધારણ કરેલા મુનિને કાયાના મમત્વથી દૂર રહેવાનો ઉપદેશ આપે છે. આ ગ્રંથની ૧૫૪ થી ૧૭૫ ગાથામાં આત્મશુદ્ધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૭૬મી ગાથામાં સંલેખનાના પ્રકારો દર્શાવ્યા છે. બાહ્ય સલેખનામાં શરીરની સંલેખના કરવાની છે, તો અત્યંતર સંત્રખનામાં કષાયની સંખના કરવાની છે. ગાથા ૧૭૭ થી ૧૮૮ સુધી બાહ્ય સંલેખનાની વિધિ દર્શાવી છે. ગાથા ૧૮૯ થી અંતરસંલેખના દર્શાવી છે.
કોહ ખમાઈ, માાં મયા, અવેશ માપંચ, સંનોસે ચે લોભં, નિજ઼િણ ચતારિ વિકસાએ.
ક્રોધને ક્ષમાથી, માનને માર્દવથી (નમ્રતાથી), માયાને આર્જે (સરળતાથી) અને લોભને સંોષથી સાધકે જીતવા જોઈએ.
આમ, ગાથા ૧૮૯ થી ૨૦૯ સુધી બાહ્ય સંલેખના (આહારત્યાગ)ની સાથે અત્યંતર સંલેખના કષાયત્યાગ કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ અનશન ધારણ કરનાર સાધુને ઉદ્દેશીને કેવી રીતે વર્તોના અતિચાર આોચી, સ્થિર ચિત્ત થઈ અનશનની આરાધના કરવી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સાધુ ભગવંતોએ પંચમહાાતની રક્ષા કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન ગાયા ૨૫૮ થી ૨૬૯માં કરવામાં આવ્યું છે.
ક્રોધ, માન, માયા, લોભથી પંચમહાાતોનું રક્ષણ કરવું. એ જ રીતે કલહ, અભ્યાખ્યાન, પેશુન્ય, પ૨પરિવાદ આદિ દર્દોની પંચ-મહાર્તાનું રક્ષણ કરવાનું કહેવાયું છે. વળી, ક્રુષ્ણ આદિ અશુભ વેશ્યાઓ છોડી શુક્લ આદિ શ્યાની મદદથી વ્રતોનું રક્ષા કરવા કહેવાયું છે.
આ ગ્રંથમાં પંડિતમરણને સિદ્ધ કરવા ચોદ સ્થાનો દર્શાવી માર્ગદર્શન આપ્યું છે. આ ચર્ચોદ સ્થાનમાં સર્વ પ્રથમ સ્થાન આલોચના છે. જે સાધક પોતાનો અંતિમ સમય સુધારવા ઈચ્છતો હોય, પોતાના મનમાં સમાધિની દિવ્ય આભા ઈચ્છતો હોય, તેણે જીવનમાં પોતાનાથી થયેલી ભૂલો, પાપોનું શુદ્ધ અંતઃકરણપૂર્વક, મન-વચન-કાયાથી શલ્યરહિતપણે યોગ્ય ગુરુ ભગવંતોના શરણમાં પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. વર્તમાન જૈન સંઘમાં આથી જ સરળ ગુજરાતીમાં રચાયેલ ઉ. વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ
મરાસમાધિ પ્રકીર્ણક