SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતન આત્મા ઉપર સ્પષ્ટ દેખાય છે. તે જ પ્રમાણે કર્મો જડ હોવા છતાં આત્મા પર ચોંટીને પોતાનો ભાગ ભજવે છે. અગ્નિભૂતિઃ પણ કર્યો તો અદૃષ્ટ છે? તો તેની સત્તા કેવી રીતે માનવી? પ્રભુ મહાવીરઃ કર્મો તો અંદૃષ્ટ છે છતાં કર્મની સત્તા માનવી જ પડે કારણ કે તે અત્યંત સૂક્ષ્મ પરમાણુરૂપે હોવાથી દષ્ટિગોચર થતાં નથી તેમ જ કોઈ પણ ઈન્દ્રિયથી ગમ્ય નથી. પરંતુ જે જે અદૃષ્ટ છે તે દેખાય નહિ એટલે ન માનવા એવો નિયમ નથી. એવો નિયમ હોય તો આત્મા, મન, કાળ વગેરે પણ દેખાતાં નથી. તો શું તેને ન માનવા ? તેના માનવા માટે અનુમાન આદિ ઘણાં પરોક્ષ કારણ છે. વળી મને (સર્વજ્ઞ પ્રભુ) તો એ પ્રત્યક્ષ જ છે. હું જોઈ શકું છું. કોઈને પ્રત્યક્ષ ન હોય ને કોઈને પ્રત્યક્ષ હોય એટલે અષ્ટ નથી. રણમાં રહેતી વ્યક્તિને દરિયો પ્રત્યક્ષ ન હોય તેથી શું એમ માની લેવું કે દરિયો નથી. દરિયા કિનારે રહેવાવાળાને તો ને પ્રત્યક્ષ જ હોય છે. વળી જેનો પ્રત્યક્ષથી અનુભવ થાય, પ્રતીત થાય તે પ્રત્યક્ષ પ્રમાણે છે. આમ પ્રત્યક્ષ પ્રમાણથી પણ કર્મની સિદ્ધિ થાય છે જેમ કે નાના મોટા દરેક જીવને સુખ-દુઃખનો અનુભવ તો થાય છે. સુખ-દુઃખ કાર્ય છે. કાર્ય હોય તો કારણ પણ અવશ્ય હોય. કારણ કે કારણ વિના કાર્ય સંભવે નહિ. જો સુખ-દુઃખનું કારણ ઈશ્વરને માનીએ તો આગળ કહ્યું તેમ કેટલાંક દો ઊભા થાય. માટે સુખ દુઃખનું કારણ કર્મને માનવું પડે. અગ્નિભૂતિઃ તો શું સંસારમાં વિચિત્રતા કરનાર કાળ, સ્વભાવ, નિયતિ આદિ કર્તા છે? પ્રભુ મહાવીરઃ જો કે એમ માનવાથી પણ અનેક દોષો ઉત્પન્ન થાય છે. જેમ કે કાળ પણ જડ છે અને કાળ તો સર્વત્ર એક સરખો હોય તો પછી એક સુખી અને બીજો દુઃખી શા માટે હોય ? જ્યોતિષ ચક્રના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રને પણ કારણ ન માની શકાય કારણ કે એક જ રાશિમાં જન્મેલો એક સુખી છે, તો બીજો દુ:ખી. વળી સ્વભાવને કારણ ગણીએ તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પુદ્ગલના સ્વભાવ છે તો પછી પુદ્ગલથી રચાયેલાં મોરના પીંછા અને ગુલાબની પાંખડીમાં વર્ણભેદ શા માટે? કમળ, જૂઈ આદિની સુગંધમાં ફરક શા માટે ? કારેલું કડવું અને શેરડી મીઠી શા માટે ? બધાનો સ્વભાવ એક સરખો પ્રેમ નથી ? કારણ કે આ બધામાં વિવિધતા જીરના કર્મના આ કારણે છે. એટલે સર્વદોષ રહિત પ્રબળ કારણ સિદ્ધ થતું હોય તો તે ‘કર્મ’ જ છે. શુભ-અશુભ કર્મોને કારણે જીવ સુખી-દુઃખી થાય છે. એટલે કાર્ય રૂપી દેખાતાં સુખદુઃખના કારારૂપે શુભાશુભ કર્મને માનવા પડે. એટલે જ્યાં જ્યાં સુખદુઃખ રૂપ કાર્ય હોય ત્યાં ત્યાં કર્મ રૂપ કારણ અવશ્ય હોય એમ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. વળી સાક્ષાત્ કર્મની સત્તા પ્રતિપાદન કરનાર વેદ વાક્યો પણ છે જેમ કે, 'पुण्य पुण्देन कर्मणा, पाप: पापेन कर्मणा । 'ठस्वर्गकामो अग्निहोत्रं जुहुयात्' । અગ્નિભૂતિઃ કર્મનું ફળ કેવી રીતે ભોગવે છે? પ્રભુ મહાવીર વ માત્ર સંસારનો વ્યવહારમાં ક્રિયા કરે છે. આ ક્રિયા કરવા માટે સંસારી જીવોને મન, વચન અને કાયા–આ ત્રણ સાધનો મળ્યા છે. એના દ્વારા કરાયેલી ક્રિયાનું ફળ તો જીવને ભોગવવું જ પડે છે. કારણ કે ભવાંતરમાં બાહ્ય સ્થૂળ શરીર સાથે કે અગ્નિભૂતિ! આ રીતે કર્મ પ્રત્યય, અનુમાન અને આગમજતું નથી. કર્મ સહિતનો આત્મા એકથી બીજા ભવમાં જાય છે ત્યારે (વંદ વાક્યો) પ્રમાણ કે જે તારા જ માન્ય પ્રમાણથી કર્મની સિદ્ધિ પોતાની ગતિ-જાતિ પ્રમાણે નવું સ્થૂળ શરીર ઉત્પન્ન કરે છે અને પછી તેના દ્વારા શુભાશુભ કર્મફળ ભોગવે છે. જેમ કે એક જીવે થાય છે. પ્રબુદ્ધ સંપા વૈદમાં કહ્યું છે કે, અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરવાથી આત્મામાં એક અપૂર્વકર્મ ઉત્પન્ન થાય છે જેથી જીવ સ્વર્ગમાં જાય છે. અગ્નિભૂતિ કર્મની સિદ્ધિ તો થઈ પણ કર્મ કેટલા પ્રકારે છે ? પ્રભુ મહાવીરઃ મુખ્યત્વે કર્મના બે પ્રકાર છે. વ્ય કર્મ અને ભાવકર્મ, જીવ રાગ-દ્વેષાદિથી જે કાર્મસ્કંધોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે, તે દ્રવ્ય કર્મ કહેવાય. અને તે વ્યકર્મથી જે આત્મિક પરિણામ ઉત્પન્ન થાય છે તે ભાવકર્મ કહેવાય. એટલે દ્રવ્પકર્મ પુદ્દગલ સ્વરૂપ છે અને ભાવકર્મ રાગ-દ્વેષરૂપ આત્મિક પરિણામ સ્વરૂપ છે. જેમ કરોળિયો પોતાની જ પ્રવૃત્તિથી પોતે જ બનાવેલી જાળમાં ફસાય છે. તેમ જીવ પણ પોતાની અજ્ઞાનતાના કારણે રાગ-દ્વેષરૂપ પરિણામથી પૌદ્ગલિક કર્મની જાળ બનાવી તેમાં ફસાય છે. ૧૦૨ દ્રવ્યકર્મની જાળનું કારણ રાગદ્વેષાત્મક ભાવકર્મ છે અને ભાવકર્મનું કારણા વ્યકર્મ છે. જ્યારે બાંધેલું દ્રવ્યકર્મ જીવન સુખદુઃખાદિના ફળનો અનુભવ કરાવે છે ત્યારે તેને શાસ્ત્રીય પરિભાષામાં ‘કર્મોદય' કહેવાય છે. જીવને દ્રવ્યકર્મનો ઉદય થતાં જ રાગ-દ્વેષાત્મક પરિણામ ઉત્પન્ન થઈ જાય છે એટલે દ્રવ્ય કર્મોદયથી ભાવકર્યું ઉત્પન્ન થાય છે અને ભાવકર્મથી પાછા દ્રવ્યકર્મ બંધાય છે, આ રીતે દ્રવ્યકર્મ અને ભાવકર્મની પરસ્પર કાર્યકારણ ભાવની પરંપરા અનાદિકાળથી ચાલુ છે. અગ્નિભૂતિ ગૌતમઃ હૈ સ્વામી! કર્મ મૂર્ત છે કે અમૂર્ત ? પ્રભુ મહાવીરઃ છે. ગૌતમ! કર્મ મૂર્ત છે. મૂર્ત એટલે મૂર્તિમાન રૂપી હોવું. કાર્ય મૂર્તિમાન હોવાથી કારણ પણ મૂર્તિમાન હોય છે. જેમ ઘડો મૂર્તિમાન છે તો તેના પરમાણુઓ પણ મૂર્તિમાન હોય. ઘટની જેમ શરીર પણ મૂર્ત છે. તો તે શરીર કાર્ય છે, અને કાર્ય જ્યારે મૂર્ત છે તો તેના કારણ પણ મૂર્ત જ હોવા જોઈએ. અર્થાત્ શરીર રચનાના કારણ રૂપે કર્મ પણ મૂર્ત જ છે. અગ્નિભૂતિઃ ભાવકર્મ અરૂપી છે. (અમૂર્ત છે.) અને દ્રવ્યકર્મ રૂપી (મૂર્ત) છે. તો પછી બન્નેનો સંબંધ કેવી રીતે થાય? પ્રભુ મહાવીરઃ હે અગ્નિભૂતિ! જેમ ઘડો મૂર્ત હોવા છતાં પણ તેનો અમૂર્ત આકાશની સાથે સંબંધ થાય છે. કેમકે જ્યાં ઘડો પડ્યો છે ત્યાં આકાશ પણ હોય છે. અથવા તો શરીર મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. પરંતુ સ્થૂળ શરીરમાં અત્યારે પણ આત્મા રહ્યો છે. તો અમૂર્ત એવા આત્માનો મૂર્ત શ૨ી૨ની સાથે સંબંધ થયો કે નહિ. વળી સંસારી આત્મા અનાદિકાળથી ક્રર્મયુક્ત હોવાને કારણે કથચિત રૂપી છે. આત્મા રાગદ્વેષના પરિવાર્યા દ્વારા કાર્યાવર્ગકાને ગ્રહણ કરીને કર્મરૂપે પરિશમાવે છે. આ કર્મોનો પણ એક પિંડ બની જાય છે. તેનું નામ છે કાર્ય શરીર. જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે કર્મથી બનેલું આ સૂક્ષ્મ કાર્યણ શરીર એની સાથે ને સાથે જ રહે છે. એને કારણે આત્મા કચિત રૂપી છે. માટે રૂપી આત્મા ૫૨ રૂપીકર્મનો પ્રભાવ પડવાથી બન્નેનો સંબંધ થાય છે.
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy