________________
સિદ્ધક્ષેત્રમાં શુદ્ધ સ્વરૂપમાં અનંત આત્મગુણોનો તથા આત્મિક સુખો અનભવ કરતા રહે છે.
આચાર્ય: જે સાધુ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને નીચાર. આ પાંચ આચારનું પાલન સ્વયં કરે અને ચતુર્દિષ્ટ સંઘ પાસે આચારપાલન કરાવે, તે આચાર્ય છે. તીર્થંકરોની અનુપસ્થિતિમાં તેઓ ચતુર્વિધ સંઘના નાયક હોય છે.
ઉપાધ્યાયઃ સંઘમાં અધ્યાપનની વ્યવસ્થા માટે, શિષ્યોને યથાક્રમથી આગમનું અધ્યયન કરાવવા માટે આચાર્યના સહયોગી બહુશ્રુત શ્રમણને ઉપાધ્યાય કહે છે. તેમના દ્વારા શાસનમાં આગમજ્ઞાનની પરંપરા પ્રવાહિત થાય છે.
સાધુ-સાધ્વીઃ સંસારના સમસ્ત પાર્ષોથી નિવૃત્ત થઈ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પંચ મહાવ્રતનું પાલન કરે, આત્મશુદ્ધિના વશે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રની આરાધના કરે છે, તે સાધુ છે. સાધુ પદ અત્યંત વિશાળ છે. આચાર્ય અને ઉપાધ્યાયનો પણ સાધુ પદમાં સમાવેશ થઈ શકે છે. સાધકની સાધનાનો પ્રારંભ સાધુ પદથી થાય છે. સાધનાનો વિકાસ અને આત્મગુણોના પ્રગટીકરણથી યોગ્યતા અનુસાર તે આચાર્ય, ઉપાધ્યાયના પદને ધારણ કરે છે. ત્યારે રાગ, દ્વેષ આદિ થાનિકર્મોનો નાશ કરે ત્યારે અતિ પદને પામે છે અને સર્વ કર્મોને નાશ થતાં તે જ આત્મા સિદ્ધપદમાં સ્થિત થઈ જાય છે. આ રીતે સાધુ પદથી પ્રારંભ થયેલી સાધના સિદ્ધપદની પ્રાપ્તિ થાય, ત્યારે પૂર્ણ થાય છે.
આ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી અભિમાન ઓગળી જાય છે, નમ્રતા જેવા આત્મગુણો પ્રગટ થાય છે. આત્માના શુભ અને શુદ્ધભાવોની વૃદ્ધિ થતાં સર્વ પાપોનો નાશ થાય છે અને આત્માનું હિત અને મંગલ થાય છે. આ મંત્રની મહાનતા, વિશાળતા અને ગંભીરતાના કારણે સાધકો શ્રદ્ધાથી તેનું સ્મરણ કરે છે.
કરેમિ ભંતેઃ આ પાઠના ઉચ્ચારણ દ્વારા સાધક સામાયિકની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે. તેમાં સાધક સમભાવમાં સ્થિત થવાના સંકલ્પપૂર્વક સર્વ સાવદ્યયોગ-પાપવૃત્તિનો મન-વચન-કાયાથી ક૨વા, કરાવવા કે અનુમોદનાનો ત્યાગ કરે છે. * આવશ્યક-૨: ચોવિસંયો: ચતુર્વિંશતિસ્તવ એટલે ૨૪ તીર્થંકરોની સ્તુતિ. પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલો સાધક નિરવદ્યોગમાં પ્રવૃત્ત થવા માટે તથા સમભાવને સિદ્ધ કરવા માટે અપૂર્વે ઉલ્લાસ ભાર્ય તીર્થંકરોની સ્તુતિ કરે છે. તીર્થંકરોની સ્તુતિ કે ભક્તિ કરવાથી સાધકની શ્રદ્ધા દંતમ થાય છે તેમ જ સાધકનું લક્ષ નિશ્ચિત થાય છે. ભક્તિ કરતાં કરતાં ભક્તના અંત૨માં આધ્યાત્મિક બળનો સંચાર થાય છે અને તેના સહારે જ તે સાધનાના માર્ગમાં ગતિ અને પ્રગતિ કરી શકે છે. લોગસ્સ: બીજા આવશ્યકમાં ૨૪ તીર્થં કરોની સ્તુતિ રૂપ ‘લો ગમ્સ'નો પાઠ છે. તેમાં ૨૪ તીર્થંકરોના નામસ્મરણ રૂપ સ્તુતિ છે. તીર્થંકરોના પવિત્ર નામસ્મરણ તેમના અનંત ગુણોની સ્મૃતિ કરાવે છે. નામસ્મરણનો અદ્ભુત મહિમા છે.
*આવશ્યક-૩: વંદના: આત્મવિશુદ્ધિની સાધનામાં આગળ વધતો સાધક તીર્થંકરોની સ્તુતિ પછી પોતાની ભક્તિભાવ અનંત ઉપકારી ગુરુ પ્રતિ પ્રગટ કરે છે. તેથી ત્રીજું આવશ્યક 'વંદના' છે. વંદન કરવાથી વિનયધર્મની આરાધના થાય, સાધક સ્વચ્છંદ બુદ્ધિને રોકીને નમ્ર બને ત્યાર પછી જ તેનામાં પ્રતિક્રમણની યોગ્યતા પ્રગટ થાય છે. આ રીત પ્રથમ ત્રણ આવશ્યક પ્રતિક્રમણની પૂર્વભૂમિકા રૂપ છે. પ્રબુદ્ધ સંપા
૮૮
ઈચ્છામિ ખમાસમણો: આ પાઠ દ્વારા સાધકે બાર આવર્તનપૂર્વક ગુરુને વંદન કરીને, તેમની સંયમયાત્રાની સુખશાતા પૂછે છે તથા દિવસ દરમ્યાન થયેલી ગુરુની અશાતનાની ક્ષમાયાચના કરે છે. * આવશ્યક-૪: પ્રતિક્રમણ
પ્રતિક્રમણ શબ્દ જૈનધર્મનો પારિભાષિક શબ્દ છે. પ્રતિક્રમ એટલે પાછા ફરવું, વ્યક્તિ પોતાની મર્યાદાનું ઉલ્લંધન કરીને, પોતાના સ્વભાવને છોડીને વિભાવમાં પ્રવૃત્તિ કરે છે, તેના પરિણામે પાપસેવન, કર્મબંધ અને ભવભ્રમણની પરંપરાનું સર્જન થાય છે. જ્યારે સ્વયંને પોતાની મર્યાદાના ઉલ્લંઘનનું ભાન થાય, ત્યારે સાધક તે પ્રવૃત્તિથી પાછો ફરી સ્વસ્થાનમાં સ્થિત થઈ શાંતિનો અનુભવ કરે છે. આ જ પ્રતિક્રમણની સાધના અને તેનું સુળ છે. ચોથા પ્રતિક્રમણ આવશ્યકમાં સાધુને માટે પંચ મહાત, પાંચ સમિતિ, બા ગુપ્તિ તથા શ્રાવકોને માટે બાર અતરૂપ કરણીય કૃત્યોમાં લાગેલા અતિચારોનું નિરીક્ષણા કરી તેનાથી પાછા ફરવાનું છે.
આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં મહાાત કે અણ્ણાતના સૂત્રપાઠ નથી. ભિન્ન ભિન્ન ગચ્છ પરંપરા અનુસાર આચાર્ય ભગવંતોએ અણ્ણાત અને મહાતના સુત્રપાઠની રચના કરીને તેમાં સમ્મિલિત કર્યા છે તેથી તે સત્રપાઠમાં ભિન્નતા પ્રતીત થવા છતાં ભાવમાં એક્યતા છે.
શ્રી આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં નવ પાઠનું કથન છે. ૧. ચત્તારિ મંગલ-તેમાં લોકમાં રહેલા ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર શરણનું કથન છે. આ પાઠના ઉચ્ચારણપૂર્વક સાધક શ્રેષ્ઠ શરણનો સ્વીકાર કરી સાધનાના સામર્થ્યને પ્રાપ્ત કરે છે. ૨. ઈચ્છામિ ઠામિ-આ સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર છે. તેમાં પ્રતિક્રમણના વિષયભૂત મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, શ્રમણધર્મ, આદિ વિષયોની સંક્ષિપ્ત રૂપરેખા છે. ૩. ઇરિયાવહિયં-આ પાઠમાં ગમનાગમન સંબંધી થયેલી વિરાધનાનું પ્રતિક્રમણ છે. ૪. શ્રમણ સૂત્ર પહેલું-નિદ્રા સંબંધી દોષોના પ્રતિક્રમણનું વિધાન છે. ૫. શ્રમણ સૂત્ર બીજું – ગોચરી સંબંધિત દર્દીઓના પ્રતિક્રમણનું વિધાન છે. ૬. શ્રમશ સૂ ત્ર ત્રીજું – પ્રતિભ્રુખન, સ્વાધ્યાય આદિ આવશ્યક કાર્યોમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ છે. ૭. શ્રમણ સૂત્ર ચોથું-એક પ્રકારના અસંઘમથી શરૂ કરીને તેત્રીય પ્રકારની અાતના સુધીના તેત્રીસ બોલમાંથી તૈય, જ્ઞેય અને ઉપાદેયનો વિવેક કરી તૈય-ત્યાગવા યોગ્ય બોલનો ત્યાગ અને ઉપાદેય સ્વીકારવા યોગ્ય બોલનો સ્વીકાર કરવાનો છે. ૮. શ્રમણ સૂત્ર પાંચમુ’– આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચનની મહત્તા પ્રદર્શિત કરીને વિરાધના યોગ્ય આઠ બોલનો ત્યાગ કરીને આરાધના યોગ્ય આઠ બોક્ષની આરાધનાનું કથન છે. ૯. 'ખામમિ અર્થે જીવા...'ના પાઠથી જગતના સર્વ જીવો સાથે ક્ષમાનું આદાન-પ્રદાન થાય છે. પ્રતિક્રમણથી ભૂતકાલીન દોષોની શુદ્ધિ, વર્તમાનમાં સંવરની આરાધના અને ભવિષ્યકાળમાં પાપનું પુનરાવર્તન ન કરવા માટે સાધક પ્રતિજ્ઞાબદ્ધ થાય છે. આ રીતે પ્રતિક્રમણની આરાધનાથી ત્રૈકાલિક શુદ્ધિ થાય છે. *આવશ્યક-૫ : કાઉસગ્ગ :
કાર્યોત્સર્ગ એટલે કાષાનો ઉત્સર્ગ અર્થાત્ ત્યાગ કરવો. આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીરનો ત્યાગ શક્ય નથી પરંતુ કાર્યોત્સર્ગની સાધનાથી શરીરના મમત્વનો ત્યાગ કરવાનો છે. અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી પાંચમા આવશ્યકમાં સાધક સૂક્ષ્મ દોષોનો નાશ કરી આત્માની વિશેષ શુદ્ધિ માટે કાર્યોત્સર્ગ કરે છે.
કાર્યોત્સર્ગ પ્રતિજ્ઞાસૂત્રઃ નસ્સ ઉત્તરીકરÂર્ણના પાઠ દ્વારા સાધક