________________
૯૨
લવ યુ ડોટર
એ વગર ઉપદેશે અપનાવી લીધો છે.
એ હવે સહજ જીવન શૈલી બનશે
અને Modestyની આ Cycle આગળ ચાલશે. લાખો વર્ષોની આ સ્વસ્થ અને મસ્ત પરંપરા પર
આજે જાતજાતના માધ્યમો દ્વારા
Western attacks થઈ રહ્યા છે.
જેમ જેમ પરંપરા તૂટે છે
તેમ તેમ લોકોની પરેશાનીઓ વધતી જાય છે.
આપણા જીવનમાં
આ પરંપરાને તૂટવા દેવી
કે અતૂટ રાખવી એ આપણા હાથની વાત છે.
પરંપરાએ વિનયનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાવ્યું છે.
• ત્રિશસ્થ્ય નમનક્રિયા
૦ શ્વેતસ્યારોપિતસ્ય તુ
• अभ्युत्थानादियोगश्च
• तदन्ते निर्भृतासनम्
૦ વનપ્રતિપત્તિ
• नावर्णश्रवणं क्वचित्
• त्यागश्च तदनिष्टानाम् · तदिष्टेषु प्रवर्तनम्
• માતા-પિતા-વડીલો-ઉપકારીઓને દિવસમાં ત્રણ વાર પ્રણામ કરવા.
: તેઓ હાજર ન હોય, તો તેમને મનથી યાદ કરીને પ્રણામ કરવા.
: તેઓ આવે ત્યારે આદરથી ઊભા થઈ જવું, તેમને બેસાડીને તેમના કરતા નીચા આસને બેસવું.
: તેઓની પાસે એવી રીતે આદરપૂર્વક બેસવું કે તેમની આમાન્યા જળવાય.
: તેમની વાતનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કરવો.
: કદી પણ તેમની નિંદા કરવી નહીં, તેમની નિંદા સાંભળવી પણ નહી.
: તેમને ન ગમે, તેવું ન કરવું.
: તેમને ગમે, તેવું કરવું.