________________
MODESTY
૯૧
તમારું મન જેને મોજ-મજા માને એ તમારા માટે મોજ-મજા છે. ઉનાળાના વૅકેશનમાં ખુલ્લા મેદાનમાં ભર તડકે ચાર કલાક સુધી પરસેવે રેબઝેબ શરીરે દોડાદોડ કરીને હાંફી જતી વ્યક્તિ પણ એને “મોજ-મજા માને છે. I'm talking about the cricket. We saw in the chowpaty-example. દાદા-દાદીની સેવા એ બાળકો માટે એક મોજ-મજાની વસ્તુ હતી. એક મા એના સંતાન માટે જેટલી ઘસાય, જેટલી અડધી-અડધી થાય, એ બધું જ એની મોજ-મજા જ હોય છે ને ? My dear, There are 2 types of the fun. (૧) સાત્ત્વિક (૨) તામસિક આપણા સંસ્કારોને શોભે એવી મોજ-મજા એ સાત્ત્વિક મોજ-મજા છે. એનાથી ઉલટી હોય એ તામસિક મોજ-મજા છે. તામસિક મોજ-મજા એ એવી વાનગી જેવી છે, જેમાં ઝેર ભેળવેલું છે. એ ખાતાં આનંદ આવે એ શક્ય છે. પણ પછી એ મોતની વેદના આપે છે.
પુષ્પા પાર્કના એ પરિવારના બાળકોએ પોતાના પિતામાં જે વિનય જોયો