SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લવ યુ ડોટર એક બાજુ આનંદ છે ને બીજી બાજુ અજંપો છે, એવું તો આપણો અનુભવ જ કહે છે ને? મુંબઈના ચોપાટીના કિનારે એક વિદેશી વૃદ્ધ યુગલ બેઠું હતું. એ સમયે એક કાર આવીને ત્યાં ઊભી રહી, બે બાળકો એમાંથી નીચે ઉતર્યા. કારમાં બેઠેલાં દાદા-દાદીનો હાથ પકડીને એમણે એમને નીચે ઉતાર્યા. બંને જણ પડાપડી કરવા લાગ્યા. “હું દાદા-દાદીને દોરીને લઈ જઈશ..” “હું લઈ જઈશ.” એમના મમ્મી-પપ્પા કારમાંથી બહાર આવ્યા. એમણે કહ્યું, “બેટા, તમને ન ફાવે. અમે એમનો હાથ પકડીએ છીએ..” “ના, મને ફાવશે...” બાળકો એમની જિદ્દ પૂરી કરવા લાગ્યા. આ દશ્ય જોઈને પેલા વિદેશી દંપતિ હિબકા ભરી ભરીને રડવા જ લાગ્યા. આમ તો આમાં રડવા જેવું કશું હતું જ નહીં. લોકોનું ધ્યાન એમની તરફ ગયું. એક જણે એમને કારણ પૂછ્યું. એમણે જવાબ આપ્યો કે “અમારા ત્રણ પુત્રો છે, પણ એમને અમારી સાથે કોઈ સંબંધ જ નથી. એક પેનમાં રહે છે, બીજો ફ્રાન્સમાં રહે છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy