________________
MODESTY
આખા ઘરમાં આનંદના વાઇબ્રેશન્સ સ્પ્રેડ થઈ જાય છે.
આખું વાતાવરણ જ ફરી જાય છે.
પ્રફુલ્લિત... ખુશનુમા
સુપ્રસન્ન...
My dear, science says,
આવા વાતાવરણમાં રોગો ન થાય,
રોગપ્રતિકારક શક્તિ વધે,
મનની શક્તિઓ પણ વધે,
કદાચ કોઈ રોગ થાય, તો ય હાય-વોય ન થાય.
જલ્દી મટી જાય.
આપણી સંસ્કૃતિમાં આને આશિષ કે દુઆ કહી છે.
આથી ઉલટું,
કૃતજ્ઞતાની સંવેદના નહીં હોય,
નમ્રતા ને વિનય નહીં હોય,
ઉદ્ધૃતતા ને અક્કડતા હશે,
તો માતા-પિતાના હૃદયમાં કાયમી અજંપો રહેશે.
એમની વેદનાના વાદળો
આખા ઘરને ઘેરી વળશે.
આપણી પરંપરા આને ‘હાય’ કહે છે.
૮૫
બેટા,
આ ‘હાય’ ખૂબ ખરાબ.
સંત તુલસીદાસ કહે છે
तुलसी हाय गरीब की, कबहु न खाली जाय ।
मूआ ढोर के चाम से, लोहा भसम हो जाय ॥
કદાચ સાયન્સ એક દિવસ આના સાયન્ટિફિક એક્સ્ટેનેશન્સ આપી દેશે.
પણ આપણે ત્યાં સુધી કેમ રાહ જોવી જોઈએ ?