________________
૫૪
લવ યુ ડોટર આખરે એ બધાં પણ “પુરુષ' છે. પુરુષસહજ વૃત્તિઓ તેમનામાં પડેલી જ હોય છે. તેને અનુરૂપ નિમિત્ત મળે એટલે એ વૃત્તિઓ સતેજ ન થાય તો જ નવાઈ. છોકરીઓની છેડતી કરનારા છાકટા છોકરાઓને ડાહ્યા માણસો કહેતાં, કે તારા ઘરે મા-બહેન છે કે નહીં? ભાઈલા તારે બહેન છે વારુ? બેટા તારે માડી છે વારુ? ઘરમાં તારે છે વહુ વારુ? પણ આજે જ્યારે એવા સમાચારો છપાતાં હોય કે “સગાં બાપે દીકરી ઉપર... “સગાં ભાઈએ બહેન પર.' નજીકના સગાએ...' ત્યારે ઉપરોક્ત પ્રશ્નો પણ વ્યર્થ લાગે છે. હૈયાને ચીરીને એક પ્રશ્ન બહાર આવે છે, Why ? આખરે શા માટે આવું થાય છે? એક પ્રાચીન પ્રાકૃત-કથામાં બે જ શબ્દમાં આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે – जुवइ न्व सुसंवुडंगी। કથાના પ્રારંભમાં જ એક નગરીનું વર્ણન આવે છે. જુદાં જુદાં પાસાઓથી જુદી જુદી ઉપમાઓથી એ નગરીનું સ્વરૂપ સમજાવતાં સમજાવતાં લેખક લખે છે – એ નગરી યુવતીની જેમ સુસંવૃતાંગી છે.