SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ DRESS કે અનુચિત વેશનો બહિષ્કાર ઘરથી જ ચાલુ થઈ જવો જોઈએ. સંસ્કારી વેશની જરૂરિયાત જેટલી બહાર છે, તેટલી જ ઘરે પણ છે. બેટા, મારો એક મિત્ર થોડા સમયથી બહુ ઉદાસ રહેતો હતો, મેં એને ગયા અઠવાડિયે આગ્રહ કરીને પૂછ્યું, તો એ રીતસર રડી જ પડ્યો. હું સ્તબ્ધ થઈ ગયો. મેં ધીમે ધીમે એની પીઠ પર હાથ ફેરવ્યો. એના આંસુ લૂક્યા, એને પીવા માટે પાણી આપ્યું. મેં એને ફરી પૂછવાનું માંડી વાળ્યું, પણ એણે પોતે જ દિલ ખોલીને મને વાત કરી. એની દીકરીના વસ્ત્રો એવા હતાં, કે એની પોતાની ય નજર એના પર બગડવા લાગી હતી. એને વારંવાર એવા વિચારો આવ્યા કરતા હતા, કે એ એની પત્ની હોય તો સારું. એક વાર એને એના પર બળાત્કાર કરવાનું પણ મન થઈ આવ્યું હતું. બેટા, પિતૃત્વની હત્યા એ પિતાની જ હત્યા છે. આજની લાખો કે કરોડો દીકરીઓ અજાણપણે પણ ઓછા-વત્તા અંશે આ હત્યા કરી રહી છે. પિતા હોય, ભાઈ હોય, કાકા કે મામા હોય કે પછી દિયર કે સસરા હોય,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy