SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ DRESS જેમ યુવતીનું શરીર માથાથી પગ સુધી બરાબર રીતે ઢંકાયેલું જ હોય, તેમ એ નગરી પણ કિલ્લા દ્વારા સારી રીતે આવૃત (covered) છે. વાત નગરીની છે, પણ એમાં સહજ નારીધર્મને બહુ જ સહજતાથી વરણી લીધો છે. Mark કરવાની વસ્તુ એ છે, કે લેખક એમ નથી લખતાં કે યુવતીએ સંપૂર્ણ શરીરને યોગ્ય વસ્ત્રોથી બરાબર ઢાંકીને રાખવું જોઈએ. લેખક તો એમ કહી રહ્યા છે. કે જેમ યુવતી, કોઈ પણ યુવતી, બરાબર ઢંકાયેલી જ હોય, તેમ તે exampleથી આ નગરીને પણ તમે સમજો. જોવી ય ન ગમે એવી વૃદ્ધાના વસ્ત્રો કદાચ થોડા અસ્ત-વ્યસ્ત થયાં હોય, તેમાં વાંધો ન આવે એવું બને. પણ યુવતી ? એ જો થોડી પણ ઉઘાડી છે, તો ભયંકર જોખમ છે. બેટા, આપણી લાખો વર્ષની સંસ્કૃતિ કહે છે, કે યુવતીનો પોષાક એના સંપૂર્ણ શરીરને ઢાંકી દે એવો જ હોય, ૫૫
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy