________________
૩૨
લવ યુ ડોટર તારી જ વાત કરું, તો તું હસતી, ગાતી, કોઈને મદદ કરતી સારી લાગે છે. પણ જ્યારે તું ગુસ્સામાં હોય, દલીલ કરતી હોય, કે પગ પછાડીને ઊંચે અવાજે બોલતી હોય, ત્યારે જરાય સારી નથી લાગતી. મારી વહાલી, વાત ફક્ત તારી નથી, બધાંની છે, માણસ ગુસ્સામાં હોય, ત્યારે પોતાનો ચહેરો અરીસામાં જોઈ લે, તો તે જરૂર શરમાઈ જાય. માણસ મેક-અપના અભાવમાં કદરૂપો નથી લાગતો, સદ્ગણોના અભાવમાં કદરૂપો લાગે છે. તેથી જ, “સારા” કે “સુંદર' બનવા માટે
બ્યુટી પાર્લરની નહીં, પણ સગુણ પાર્લરની જરૂર છે. આપણા દેશની લાખો વર્ષની સંસ્કૃતિમાં માતા, પિતા અને ગુરુ આ કાર્ય કરતાં રહ્યાં છે. ભીતરના સૌંદર્યને સોળે કળાએ ખીલવવાનું કાર્ય. જરૂર એટલી જ છે, કે આપણને હકીકતમાં શેની જરૂર છે, એ આપણને સમજાઈ જાય. I don't Say, કે તારે બાહ્ય દેખાવ માટે સાવ લાપરવા જ બની જવું, કે એક પણ સૌંદર્યપ્રસાધનનો ઉપયોગ જ ન કરવો. મારી વાત તો એ જ છે. કે આપણા માટે વધુ મહત્ત્વની