SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ MAKE-UP ૩૧ બેટા, હમણાથી હું જોઈ રહ્યો છું. કે તારી પર્સનાલિટી-આઉટલુક માટેની સભાનતા વધી ગઈ છે. બાથરૂમમાં પહેલા એક જ સાબુ રહેતો, હવે લિક્વિડ શૉપ, શેમ્પ, કન્ડિશ્નર વગેરેની લાઈન દેખાય છે. અરીસા પાસે તારું મેક-અપ બોક્સ, સ્કીન કેર અને પરફ્યુમ્સ તો હોય જ છે. પણ એ બધાંનો ઉપયોગ કરી લીધા પછી પણ અરીસાની સામે તું ખાસ્સો સમય વીતાવે છે. શરમાં નહીં બેટા, હું તને ટોંટ પણ નથી મારતો, અને તારે આવું બધું ન કરવું જોઈએ એવું પણ નથી કહેતો. આ તો એક ઉંમર સહજ વર્તણૂંક છે. આ ઉંમરે “સારા દેખાવાની લાગણી વિશેષ થાય. હું તો તને એ કહેવા માંગું છું, કે સારા દેખાવું એટલે શું? તારી કોઈ બહેનપણી ફિલ્મી એક્સેસને પણ ટક્કર મારે એવી રૂપાળી હોય, પણ એનો Nature સાવ જ ડચ્ચર હોય, સાચી-ખોટી નિંદા-કુથલી કર્યા કરવાનો એને શોખ હોય, નાની વાતમાં ય એને ગુસ્સો આવી જતો હોય, ગુસ્સામાં એ શું બોલી રહી છે, એનું ભાન એને ન રહેતું હોય, કોઈના માટે એક રૂપિયો ય ન ખર્ચે એવી એ કંજૂસ હોય, તો શું એ તને ગમશે ખરી? તું એને “સારી’ કહીશ ખરી ? ના ને ? બસ, હવે તું “સારા”ને સમજી રહી છે. ખરું સૌંદર્ય સદ્ગુણો છે. સગુણો વિનાનું બાહ્ય-રૂપ ખૂબ જ કદરૂપું બની જાય છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy