________________
૩૩
MAKE-UP અને વધુ ધ્યાન આપવા જેવી કઈ વસ્તુ છે એ વસ્તુ સાવ જ ભૂલાઈ જાય. અને નજીવી વસ્તુ સર્વેસર્વા બની જાય. ત્યારે આપણે જિંદગીનો જુગાર ખેલી નાંખીએ છીએ. હકીકતમાં મૂર્ખ બનીએ છીએ. My dear, આ વિષયમાં એક ખાસ વાત, ક્યારેક કોઈ ખાસ તહેવાર કે કોઈ ખાસ પ્રસંગે તું મેક-અપ કરે, તો એનું મટિરિયલ નેચરલ જ હોય, એનો ખાસ ખ્યાલ રાખજે. Natural means જેનો સોર્સ વનસ્પતિ વગેરે હોય, પશુ-પંખી વગેરે નહીં. મારી વ્હાલી, કદાચ તને ખબર નહીં હોય, હેલ માછલીને મારીને તેને પીસીને લિસ્ટિક બનાવાય છે, તેનો પ્રયોગ વાંદરાઓ પર કરાય છે, તેમાં તેઓ તડપી તડપીને મરી જાય છે. મોઢા પર લગાવાતા લોશન વગેરેમાં વાંદરાની આંખ અને વાંદરાના હૃદયને પીસીને નાંખવામાં આવે છે. તેમાં કાચબાનું તેલ પણ નાંખવામાં આવે છે. સેટ્સ, પરફ્યુમ્સ અને ડિઓડોરન્ટ બનાવવા માટે હરણ, કસ્તૂરીમૃગ, બીવર વગેરેની કરપીણ હત્યા કરવામાં આવે છે. શેમ્પ ઈંડામાંથી બને છે. તેનો પ્રયોગ કરવા માટે સસલાંઓ પર ભયંકર અત્યાચાર કરવામાં આવે છે. જેમાં સસલાંઓ અંધ બને છે અને મરી પણ જાય છે.